જામનગર શહેરમાં અલગ અલગ સ્થળોએ એસઓજી, ડોગ સ્કવોડ દ્વારા ચેકીંગ
રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ગલ્લાઓ અને કુરીયર ઓફીસો ખાતે ચેકીંગ તથા પેટ્રોલીંગ
જામનગર શહેરમાં એસઓજીની ટીમ તથા ડોગ સ્કવોડ સાથે સંયુકત રીતે શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, આજુબાજુના વિસ્તારો, લારી ગલ્લા, કુરીયર સર્વિસની ઓફીસો જેવા સ્થળોએ સધન ચેકીંગ કરવામાં આવ્યુ હતું.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા માટે તથા આવા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરવામાં આવેલ તેમજ હાલમાં ભારત દેશમાં આતંકવાદી પ્રવૃતીના ઇન્પુટ અનુસંધાને અને આવનારા ધાર્મિક તહેવારને ઘ્યાનમાં રાખી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જે અન્વયે જામનગર એસઓજી ઇન્ચાર્જ પીઆઇ વી.બી. ચૌધરી, પીએસઆઇ એલ.એમ.ઝેર તથા પીએસઆઇ એ.વી. ખેર, એસઓજી ટીમ તથા ડોગસ્કવોડ સાથે સંયુકત રીતે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ અને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસઓજી સ્ટાફ તથા નાર્કોટીકસના ડોગ તેમજ ડોગ હેન્ડલર વિરભદ્રસિંહની ટીમ મળી હાપા રેલ્વે સ્ટેશન, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, સાત રસ્તા રીક્ષા સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ અને આજુબાજુમાં આવેલ લારી, ગલ્લાઓ તેમજ જુદી જુદી કુરીયર સર્વિસની ઓફીસોનું પોલીસ તેમજ ડોગ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યુ હતું.