BREAKING NEWS

જામનગરના રેલવે સ્ટેશન ખાતે જુદી જુદી ટુકડી દ્વારા ચેકિંગ ઝુંબેશ

  • June 11, 2026 12:11 PM 

જામનગરના રેલવે સ્ટેશન ખાતે જુદી જુદી ટુકડી દ્વારા ચેકિંગ ઝુંબેશ

એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે મુસાફરોના સામાનની તપાસણી : પેસેન્જરો સાથે સંવાદ કરી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવાઈ

જામનગર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા મુસાફરોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે તે હેતુસર જામનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ સાથે જામનગર રેલવે સ્ટેશન ખાતે ગઇકાલે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, વેઈટિંગ એરિયા, પ્રવેશ અને નિર્ગમ દ્વાર સહિતના વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓ અને વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા મુસાફરોના સામાન, પાર્સલો તથા સ્ટેશન પરિસરનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સુરક્ષાની દૃષ્ટિએ વિસ્તૃત ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન એસ.ઓ.જી.ના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ રેલવે સ્ટેશન પર હાજર મુસાફરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુસાફરોને સુરક્ષા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, બેગ, પાર્સલ કે અન્ય વસ્તુ અંગે તાત્કાલિક પોલીસ અથવા રેલવે સુરક્ષા દળને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.

જામનગર પોલીસ દ્વારા જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે આવી સઘન ચેકિંગ ઝુંબેશો યોજી કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે સતત સતર્કતા રાખવામાં આવી રહી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application