હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના તહેવારો બાદ આવકમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, મંગળવારે કુલ ૩૮૪પ૧ મણ જણસીની આવક થવા પામી હતી, જેમાં સૌથી વધુ કપાસ ૧૧૯ર૮, મગફળી ૯૧૧૪ મણ આવક થવા પામી હતી.
ભાવની દ્રષ્ટિએ વાત કરીએ તો ગોંડલી મરચાના ૧પ૦૦ થી ૪૦૦પ, મગફળી જીણી ૯૦૦ થી ૧૧૩૦, મગફળી જાડી ૮ર૦ થી ૧૦૩૦, મગફળી ૬૬ નંબર ૯૦૦ થી ૧ર૦૦, જ્યારે ૯ નંબરની મગફળીના ૧૦૧૦ થી ૧૭૮૦ બોલાયા હતા, બાજરીના ૩૦ર થી ૪૧૪, ઘઉં ૪૮૦ થી પ૭૪, મગ ૧ર૦૦ થી ૧૬પ૦, અડદ ૧૦૦૦ થી ૧૩૬પ, તુવેર ૧૧૦૦ થી ૧ર૭૦, ચોરી ૧ર૦૦ થી ૧પ૬૦, વાલ ૭૦૦ થી ૮૪૦, ચણા ૧૦રપ થી ૧૧૩પ, ચણા સફેદ ૧ર૦૦ થી ૧૭૮૦, એરંડા ૧૧રપ થી ૧૩૦૦, તલી ૧૯૦૦ થી રર૮૦, તલ કાળા ર૦૦૦ થી ૩૯૦૦, લસણ ૪૭પ થી ૯પપ, કપાસ ૯૦૦ થી ૧૬૦પ, જી ૩ર૦૦ થી ૩૯૦પ, અજમો ૧૧૯૦ થી ૩૪૦૦, અજમાની ભુસી પ૦ થી ૧૯૦૦, ધાણા ૧૦૬૦ થી ૧૪૪પ, સુકી ડુંગળી ૮પ થી ૧૬પ, સોયાબીન ૭૦૦ થી ૮૭પ, વટાણા ૧૮૦૦ થી રર૧પ, જ્યારે રાજમાના ૯૦૦ થી ૧૧૭૦ મણના ભાવ બોલાયા હતા.
હાપા યાર્ડમાં કુલ ૧૬૬૦પ ગુણીની આવક થવા પામી હતી, જ્યારે મણની વાત કરીએ તો ૩૮૪પ૧ જે ૮૩૭ ખેડૂતો દ્વારા લાવવામાં આવી હતી. મંગળવારે હાપા યાર્ડમાં કુલ ૧૭ર૭૯ ગુણી જણસીનું વેચાણ થયું હતું. સૌથી વધુ ભાવ ગોંડલના તાનીયા મરચાના મણના ૪૦૦પ બોલાયા હતા. જે ગોંડલ તાલુકાના જુની મેંગણી ગામથી ખેડૂત દ્વારા લાવવામાં આવ્યા હતા. તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.