BREAKING NEWS

જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સીટી-એ ડિવિઝન પીઆઈનું સન્માન કરાયું

  • July 02, 2026 10:39 AM 

જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સીટી-એ ડિવિઝન પીઆઈનું સન્માન કરાયું

જામનગરમાં પવિત્ર મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર પોલીસ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર લઘુમતી મોરચા દ્વારા આ કાર્યક્રમ યોજાયો.

ભારતીય જનતા પાર્ટી – જામનગર શહેર લઘુમતી મોરચા દ્વારા મોહરમ પર્વ નિમિત્તે જામનગર સિટી 'એ' ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર ડોડીયાને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું.​​​
​​​​​​​આ પ્રસંગે શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઉમરભાઈ બ્લોચ, મહામંત્રીઓ હારુનભાઈ આંબલીયા અને જુનેદભાઈ જુણેજા, ઉપપ્રમુખ અકબર બાપુ દીવાન, આઈટી તથા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શાહરુખ ખાન પઠાણ સહિત અફઝલભાઈ મુરીમાં અને નૌશાદભાઈ મુરીમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ પોલીસ વિભાગની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application