મોટી માત્રામાં તહેરાને યુરેનિયમ એકઠું કર્યું : ઈરાન અને ઈઝરાયલની દુશ્મનીથી વિશ્વભરમાં નવા યુદ્ધનો ખતરો
ઈઝરાયલ અને ઈરાનની તાજેતરની દુશ્મનાવટ વચ્ચે અહેવાલ છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. એક અમેરિકન અખબારે આ દાવો કર્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે ઈરાને યુરેનિયમનો મોટો જથ્થો એકઠો કર્યો છે, જેથી તે એક અઠવાડિયામાં ત્રણ પરમાણુ બોમ્બ બનાવી શકે. માત્ર પરમાણુ શસ્ત્રો જ નહીં, ઈરાન યુરેનિયમની મદદથી પોતાના કેટલાક હથિયારોને પણ અપગ્રેડ કરી રહ્યું છે. ઈરાન અંગેના આવા દાવાઓએ એક નવા યુદ્ધનું જોખમ ઉભું કર્યું છે.
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે ગતરોજ અધિકારીઓને ટાંકીને ખુલાસો કર્યો છે કે ઈરાન પરમાણુ હથિયારોની બનાવી રહ્યું છે અને ઝડપથી મોટી માત્રામાં યુરેનિયમ એકઠા કરી રહ્યું છે. પરમાણુ બોમ્બ બનાવવા માટે પુષ્કળ પ્રમાણમાં યુરેનિયમની જરૂર પડે છે. બીજી તરફ ઈરાને આ દવાઓને નકારતા કહ્યં છે કે તેની પરમાણુ બોમ્બ બનાવવાની કોઈ યોજના નથી. જો કે તેણે સ્વીકાર્યું છે કે, મોટી માત્રામાં યુરેનિયમ એકઠું કરવામાં આવ્યું છે.
ઈરાનના ટૂંક સમયમાં પરમાણુ બોમ્બ બનાવવાના સમાચારે અમેરિકા અને ઈઝરાયલ બંનેને તણાવમાં મૂકી દીધા છે. તાજેતરમાં જ ઇઝરાયલી દળોએ લેબનોનમાં ઇરાની દૂતાવાસ પર હુમલો કર્યો હતો. લેબનોનમાં ઈઝરાયેલનો હવાઈ હુમલો હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન વિરુદ્ધ હતો. હિઝબુલ્લાહને ઈરાનનું સમર્થન છે અને આતંકવાદી સંગઠન લેબેનોનની સરકારમાં પણ હિસ્સો ધરાવે છે. પોતાના પર થયેલા હુમલાના જવાબમાં ઈરાન સ્તબ્ધ થઈ ગયું હતું. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઈઝરાયેલને ધમકી આપી હતી કે તે આ હુમલાનો ચોક્કસ જવાબ આપશે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાનના કોઈપણ દૂતાવાસ સુરક્ષિત નથી.
અઠવાડિયામાં 3 એટમ બોમ્બ બની શકે એટલો યુરેનિયમનો જથ્થો
અહેવાલો અનુસાર, ઈરાન પાસે એટલું યુરેનિયમ છે કે તે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ એટમ બોમ્બ બનાવી શકે છે. જો કે, કોઈપણ પરમાણુ હથિયારને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગે છે. અખબારે પોતાના અહેવાલમાં પરમાણુ સંપન્ન દેશ બનવાની નજીક રહેલા ઈરાનને વિશ્વ માટે એક નવો ખતરો ગણાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech