BREAKING NEWS

હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર

  • August 01, 2026 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર

આગામી આદેશ સુધી આ ટ્રેનમાં જનરલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે નહીં

​અરુણાચલ પ્રદેશમાં લાગુ 'ઈનર લાઈન પરમિટ' વ્યવસ્થાના પાલન હેતુ પશ્ચિમ રેલવે દ્વારા ગાડી સંખ્યા 09525/09526 હાપા–નાહરલાગુન–હાપા સ્પેશિયલના કોચ સંયોજનમાં અસ્થાયી (હંગામી) ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

​રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ફેરફાર હેઠળ ટ્રેનમાં જોડવામાં આવતા 4 જનરલ કોચના સ્થાને 4 રિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ કોચ જોડવામાં આવશે.

આ ઉપરાંત, લગેજ કમ બ્રેક વાન સાથે જોડાયેલા અનાઅનામત જનરલ કોચને પણ અસ્થાયી રૂપે અનામત સેકન્ડ ક્લાસ કોચ તરીકે ચલાવવામાં આવશે. જોકે, ટ્રેનમાં કુલ 21 એલએચબી (LHB) કોચ યથાવત રહેશે અને અન્ય કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ અસ્થાયી વ્યવસ્થા નીચે મુજબ અમલમાં રહેશે:
1) ​હાપાથી ઊપડતી ગાડી માટે: 05 ઓગસ્ટ, 2026થી 04 નવેમ્બર, 2026 સુધી.
2) ​નાહરલાગુનથી ઊપડતી ગાડી માટે: 08 ઓગસ્ટ, 2026થી 07 નવેમ્બર, 2026 સુધી.

05 ઓગસ્ટ, 2026થી 16 સપ્ટેમ્બર, 2026 સુધીની મુસાફરી માટે આ અનામત કોચમાં બુકિંગ 02 ઓગસ્ટ, 2026થી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) દ્વારા ઉપલબ્ધ થશે. બાકીના સમયગાળા માટે રિઝર્વેશન રેલવે દ્વારા નિર્ધારિત સમય મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

​ઉક્ત સમયગાળા દરમિયાન ગાડી સંખ્યા 09525/09526 હાપા–નાહરલાગુન–હાપા સ્પેશિયલ સંપૂર્ણપણે રિઝર્વ્ડ ટ્રેન તરીકે દોડશે. આથી, આગામી આદેશ સુધી આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે કોઈ પણ અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે નહીં.

મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત સુધારેલી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે અને માત્ર માન્ય રિઝર્વ્ડ ટિકિટ સાથે જ મુસાફરી કરે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application