જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજી જિલ્લાની આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી
કલેક્ટરએ જિલ્લામાં RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા વિશે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ અને તેની સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં, કલેક્ટર ક્કરે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ પાસેથી જિલ્લામાં કોવિડની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ દર, અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ ઝીણવટભરી ચર્ચા કરી માહિતી મેળવી હતી.સાથે જ જો કોવિડ અંગેના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અથવા આઇસોલેટ થવા અનુરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech