જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
કલેક્ટરએ સમયસર કામગીરી પૂર્ણ કરવા તેમજ અરજદારોના પડતર પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા લગત વિભાગોને સૂચના આપી
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ગ્રામ્ય પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતની મુખ્ય કચેરીઓની મુલાકાત લઈ કલેક્ટરએ શાખાવાર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરએ કોઈ પણ કામગીરી પડતર ન રહે તેની તાકીદ કરી હતી અને અધિકારીઓને સમયસર કામગીરીનો નિકાલ કરવા સૂચના આપી પારદર્શિતા અને કાર્યક્ષમતા પર ભાર મુક્યો હતો.
કલેક્ટર કેતન ઠક્કરે કચેરીઓની ઇ-ધરા કામગીરી, મહેકમની વિગત, સ્વચ્છતા અને કામગીરી વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની શકે તે હેતુથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત, કલેક્ટરએ જિલ્લા સેવા સદન ખાતે આવતા અરજદારો સાથે પણ મુલાકાત કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ જનતાની સુવિધા અને સંતોષને પ્રાધાન્ય આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech