BREAKING NEWS

હાલારના કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ગ્રાહકો પર રૂ.૧૦ લાખનો બોજો ઘટયો

  • August 01, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ગ્રાહકો પર રૂ.૧૦ લાખનો બોજો ઘટયો

આંશીક રાહત: ધંઘાદારી એકમોમાં ઉપયોગ કરાતા એલપીજીના બાટલામાં ટૂંકા સમયગાળામાં પુન: રૂ.૨૦૦નો ભાવ ઘટાડો 

બે મહીના પૂર્વે કોર્મશીયલ ગેસના બાટલામાં એક ઝાટકે રૂ.૯૯૩નો વધારો ઝીંકાતા ભાવ રૂ.૩૧૪૨એ પહોંચતા દેકારો બોલી ગયો તો
​​​​​​​
કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂ.૨૦૦નો ઘટાડો કરવામાં આવતા હાલારના કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ગ્રાહકો પર રૂ.૧૦ લાખનો બોજો ઘટશે. ધંધાદારી એકમોમાં ઉપયોગ કરાતા એલપીજીના બાટલામાં ટૂંકા સમયગાળામાં બીજી વખત રૂ.૨૦૦નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. બે મહીના પૂર્વે કોર્મશીયલ ગેસના બાટલામાં એક ઝાટકે રૂ.૯૯૩નો વધારો ઝીંકાતા ભાવ રૂ.૩૧૪૨એ પહોંચતા ભારે દેકારો બોલી ગયો હતો. 

ગલ્ફ વોરના કારણે જામનગર સહીત દેશભરમાં ગેસની સપ્લાય પર ભારે માઠી અસર થઇ હતી. આથી ગેસના બાટલા સમયસર ન મળતા લોકોમાં કાગારોળ મચી ગઇ હતી. આટલું જ નહીં થોડા દીવસો માટે તો કોર્મશીયલ ગેસની સપ્લાય બંધ કરવામાં આવી હતી.આથી જામનગર સહીત દેશના અન્ય શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટધારકો લાકડા પર ભોજન બનાવાની ફરજ પડી હતી. આ સ્થિતિમાં બે મહીના પૂર્વે કોર્મશીયલ એલપીજી સીલીન્ડરના ભાવમાં એક ઝાટકે રૂ.૯૯૩ નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. આથી કોર્મશીયલ ગેસના બાટલાના ભાવ રૂ.૩૧૪૨.૫૦ પર પહોંચી ગયો હતો. હાલારના બંને એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોર્મશીયલ એલપીજી સીલીન્ડરના ૫૦૦૦ જેટલા ગ્રાહકો છે. આથી બે મહીના પૂર્વે ભાવ વધારાના કારણે ગ્રાહકો પર અંદાજે રૂ.૫૦ લાખનો બોજો પડયો હતો. આટલું જ નહીં કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ભાવમાં વધારાથી મોેંઘવારી પણ વધી હતી. હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન તો ફરસાણ, મીઠાઇના ભાવમાં વધારો થયો હતો.

જો કે, ત્યારબાદ યુઘ્ધ વિરામના પગલે હોર્મુઝની ખાડીમાં સ્થિતિ હળવી થતાં ગેસ સપ્લાયમાં પુન: ગતિ આવી હતી. જેના પગલે સપ્લાયમાં પણ રાહત થઇ હતી. આથી થોડા દીવસો પૂર્વે કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂ.૧૮૩નો ઘટાડો ઓઇલ કં૫નીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આથી હાલારમાં કોર્મશીયલ ગેસના બાટલાના ભાવ ઘટીને રૂ.૨૯૫૯.૫૦ થયો હતો.ઘંધાદારી એકમોના આસામીઓ કે જેઓ કોર્મશીયલ ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરે છે તેઓએ આંશીક રાહત અનુભવી હતી. ત્યારબાદ ગઇકાલે ઓઇલ કંપનીઓ દ્વારા ટૂંકાગાળામાં પુન: કોર્મશીયલ ગેસના બાટલાના ભાવમાં રૂ.૨૦૦નો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલારના બંને જિલ્લામાં કોર્મશીયલ ગેસના ૫૦૦૦ જેટલા ગ્રાહકો હોય ભાવ ઘટાડાનથી અં દાજે ૧૦ લાખ જેટલો બોજો ઘટશે. તદઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન તથા ફરસાણ, મીઠાઇના ભાવ પણ ઘટવાની શકયતા છે. જો કે, દુકાનદારો ભાવ ઘટાડશે કે કેમ તે જોવાનું રહ્યું. ટૂંકાગાળામાં કોર્મશીયલ ગેસ સીલીન્ડરના ભાવમાં કુલ મળીને ૩૮૩ જેટલો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, બે મહીના પૂર્વે એક ઝાટકે રૂ.૯૯૩ વધારવામાં આવ્યો હતો. આથી હજુ વધુ ભાવ ધટાડાની આશા કોર્મશીયલ ગેસ સીલીન્ડર ધારકો સેવી રહ્યા છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application