જામનગર: તમાચણ ગામ પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી યુવતિનો આપઘાત
જામનગર: તમાચણ ગામ પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી યુવતિનો આપઘાત
November 05, 2026 12:05 PM
જામનગર: તમાચણ ગામ પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી યુવતિનો આપઘાત
ધ્રોલમાં પરિણીતાએ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતાં મૃત્યુ
જામનગર તાબેના તમાચણ ગામ પાસે ટ્રેન હેઠળ પડતુ મુકીને એક યુવતિએ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ જવા પામી છે, જયારે ધ્રોલની વાણંદ શેરીમાં રહેતી મહિલાએ અગ્નીસ્નાન કરી જીવતર ટુકાવી લીધાનું પોલીસમાં જાહેર થયુ છે.
જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવી જતાં ૨૧ વર્ષીય અનિતા ભાનસિંહનું મૃત્યુ નીપજ્યું છે. પતિથી અલગ રહેતી યુવતીએ માનસિક વ્યથામાં આ પગલું ભર્યાની પોલીસમાં જાહેર થયેલી વિગતો સામે આવી છે.
મૂળ મધ્યપ્રદેશના ડીંડોરી જિલ્લાના વતની અને હાલ તમાચણ ગામે રેલવે ફાટક પાસે ઝૂંપડામાં રહેતી અનિતા તેના પતિથી અલગ રહેતી હતી. તેના બે સંતાનો પતિ સાથે રહેતાં હતાં, જ્યારે અનિતા પોતે તમાચણ ગામે રેલવે ટ્રેક નજીક મજૂરીકામ કરી એકલી રહેતી હતી. તા. ૩ નવેમ્બરના બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં રેલવે પોલ નંબર ૭૯૧/૧૯ પાસે ઓખા-સકુરબસ્તી એક્સપ્રેસ ટ્રેન પસાર થતી હતી ત્યારે અનિતા રેલવે પાટા પર બેસી ગઈ હતી. ટ્રેનની હડફેટે આવી જતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેશપ્રસાદ મંગલસિંહ પરસ્તેએ પોલીસને જાણ કરતાં પંચ-એ ડિવિઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ધ્રોલની વાણંદ શેરીમાં જૈન દેરાસર સામે રહેતાં ૪૫ વર્ષીય ચેતનાબેન કિશોરભાઈ રાઠોડનું શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દેવાના બનાવમાં મૃત્યુ નીપજ્યું છે.
બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ, તા. ૪ નવેમ્બરના સાંજના સુમારે કોઈ પણ સમયે ચેતનાબેને પોતાના રહેણાક મકાનમાં અગમ્ય કારણોસર શરીર પર કેરોસીન છાંટી આગ ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે તેમના પતિ કિશોરભાઈ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. ૫૩)એ ધ્રોલ પોલીસને જાણ કરતાં પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.