BREAKING NEWS

જામનગર: મોટી ખાવડીમાં ૩.૨૨ લાખની ઠગાઇ કર્યાની ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝર સામે ફરીયાદ

  • August 28, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટી ખાવડીમાં ૩.૨૨ લાખની ઠગાઇ કર્યાની ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝર સામે ફરીયાદ

ગાડી ભાડાના વહીવટના રૂપિયા અંગત લાભ માટે ઉપયોગમાં લીધા

મોટી ખાવડીમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસના સુપરવાઇઝર દ્વારા ૩.૨૨ લાખની રકમની છેતરપીંડી કર્યાનો મામલો પોલીસમાં પહોંચ્યો છે. ટ્રાન્સપોર્ટની ગાડીઓ ભાડે આપવા અને લેવાના હિસાબના પૈસાઓ પોતાના અને તેના ભાઇના ખાતામાં નાખી આ રકમ ટ્રાન્સપોર્ટ વાળાને પરત નહીં આપીને વિશ્ર્વાસઘાત કર્યાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે.

જામનગરના બેડીબંદર રોડ, જય દ્વારકાધીશ પાર્ક-૧ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી આશિષ રામેશ્ર્વરલાલ અગ્રવાલ ઉ.૪૬એ ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં અજમેર જિલ્લાના સરવાડ તાલુકાના સીયાર ગામના કુલદીપસિંગ નંદસિંગ કરમસોથની વિરૂદ્ધ બીએનએસ કલમ ૩૧૬(૪) મુજબ ફરીયાદ નોંધાવી હતી. 
​​​​​​​
ફરીયાદીના અગ્રવાલ મુવર્સ ટ્રાન્સપોર્ટમાં આરોપી સુપરવાઇઝર તરીકે કામ કરતો હોય, જેમાં ટ્રાન્સપોર્ટની ટ્રેઇલર ગાડીઓ ભાડે આપવાનું તથા ભાડેથી લેવાનું અને રૂપિયાનો તમામ હિસાબ પોતે સંભાળતો હોય તેથી આરોપી કુલદિીપસિંગે અગ્રવાલ મુવર્સ ટ્રાન્સપોર્ટની અલગ અલગ ટ્રેઇલર ગાડીઓના ભાડાના કુલ રૂ.૩,૨૨,૫૦૦ એકાઉન્ટમાં નાખવાના હોય, જે નહીં નાખી આરોપીએ પોતાના તેમજ તેના ભાઇના બેંક ખાતામાં નખાવીને આ ‚પિયા પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી આજસુધી આ રકમ અગ્રવાલ મુવર્સ ટ્રાન્સપોર્ટને પરત નહીં આપીને વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ ફરીયાદીને આધારે મેઘપર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application