BREAKING NEWS

જામનગર  :  લાલપુરના નવાગામના કોન્ટ્રાકટરને અપમાનીત કર્યાની રાવ

  • April 24, 2026 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  લાલપુરના નવાગામના કોન્ટ્રાકટરને અપમાનીત કર્યાની રાવ


જુની અદાવતના કારણે બબાલ : ગર્ભીત ધમકી દીધી 


લાલપુરના નવાગામ વિસ્તારમાં અગાઉની પોલીસ કાર્યવાહીનો ખાર રાખીને ભીવંડીના એક શખ્સે ગામમાં રહેતા કોન્ટ્રાકટર યુવાનને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી જોઇ લેવાની ગર્ભીત ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો છે. 


લાલપુરના નવાગામ પ્લોટ વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર હરીશ ગોવિંદભાઇ સાગઠીયા (ઉ.વ.૨૭) નામના યુવાને ગઇકાલે મેઘપર પોલીસમાં મુળ નવાગામના હાલ ભીવંડી રહેતા કિશોર રાયશી ગોસરાણી નામના મહાજન શખ્સ સામે બીએનએસ તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી છે. 


અગાઉ આરોપી કિશોરે ફરીયાદી વિરુઘ્ધ સોશ્યલ મિડીયા તથા ન્યુઝમાં ખોટા આક્ષેપો કરી બદનામ કરેલ હોય જેથી ફરીયાદીએ પોલીસમાં કાર્યવાહી કરતા તેનો ખાર રાખીને ગઇકાલે ફરીયાદી હરીશભાઇ સ્વીફટકાર નં. જીજે૧૦ઇએચ-૯૯૧૩ લઇને નવાગામ મેઇન બજારમાંથી પસાર થતા હતા તે વખતે માણસોના ટ્રાફિકના કારણે રોડ પર ઉભા હતા એ દરમ્યાન આરોપી સામેથી ચાલીને ગાડી પાસે આવી કાંચ ખખડાવ્યો હતો.


દરમ્યાન અગાઉ મારા વિરુઘ્ધ ફરીયાદ કરેલ હતી તો મા‚ શું ઉખાડી લીધુ એમ કહી બોલાચાલી અને ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇને સાહેદોની હાજરીમાં ફરીયાદીને અપશબ્દો બોલી સરપંચ બનાવેલ તે મોટી ભુલ છે તેમ કહી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી પ્રોગ્રામ પછી જોઇ લેવાની ગર્ભીત ધમકી આપી હતી. આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application