જામનગર: મોટી બાણુંગારમાં સાંસ્કૃતીક હોલ પાસે દબાણ મામલે ફરીયાદ
રસ્તો ખુલ્લો કરવા સમજાવવા જતા મામલો બિચકયો : ધમકી દીધી
જામનગર તાબેના મોટી બાણુંગાર ગામમાં સાંસ્કૃતીક હોલની ફરતે દબાણ કરી કાચી દિવાલ કરીને રસ્તો અવરોઘ્યો હોય એ બાબતે સમજાવવા જતા ધમકી દીધાની કુલ ૧૩ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના મોટીબાણુંગાર ગામમાં રહેતા સુરેશ નારણભાઇ ગામી (ઉ.વ.૬૧) એ પંચકોશી-એમાં ગઇકાલે મોટી બાણુંગાર ગામમાં રહેતા રમેશ રાજા પારીયા, મુકેશ હીરા મકવાણા, મહેશ જીવા પારીયા, રાજા માવા પારીયા, ગૌતમ દામજી પારીયા, ગૌતમ ઉર્ફે ગીધો અમરશી મકવાણા, ધીરૂ કારા પારીયા, દિપક લાખા, નૈતીક સુરેશ, નિકુંજ મુકેશ, ધીરૂ દામજી, પિન્ટુ નાથા તથા ખીમરાણાના દેવરાજ ગોહિલ નામના ૧૩ શખ્સો વિરુઘ્ધ બીએનએસ કલમ ૨૯૬(બી), ૩૫૧(૩), ૧૮૯, ૧૯૦, ૧૯૧ મુજબ ફરીયાદ કરી હતી.જેમાં જણાવ્યુ હતું કે, તા. ૧૩ બપોરના ૧૧-૩૦ના સુમારે આરોપીઓ એક સંપ કરી મોટી બાણુંગાર ગામમાં આવવાના મેઇન દરવાજા પછી ગામ સંયુકતનો સાંસ્કૃતીક હોલ આવેલ છે તે હોલની ફરતે આરોપીઓએ દબાણ કરી કાચી ઇંટોની દિવાલ કરેલ હોય જેથી ગામમાં આવવા જવાનો રસ્તો દબાવી દીધો હતો.
આથી ફરીયાદી સુરેશભાઇ તથા સાહેદો આરોપીઓને આ દબાણ ખાલી કરવા બાબતે સમજાવવા જતા તમામે ફરીયાદી તથા સાહેદોને જેમ તેમ બોલી જાનથી મારી નાખવાની તેમજ ખોટા એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે હેડ કોન્સ એ.જી. જાડેજા તપાસ ચલાવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોટી બાણુંગાર ગામમાં સમાજ વાડીની દિવાલ ટ્રેકટર વડે તોડી પાડી જાતી પ્રત્યે હડધુત કરીને ધમકી દીધાની ગામમાં રહેતા ૧૦ શખ્સો સામે પંચ-એમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી, દરમ્યાનમાં મોટી બાણુંગારમાં રહેતા પટેલ વૃઘ્ધ દ્વારા ગઇકાલે ૧૩ સામે ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.