BREAKING NEWS

જામનગર: હાપા યાર્ડ ઓવરબ્રીજ નજીકના સર્વિસ રોડના નબળા કામની ફરિયાદો

  • August 10, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હાપા યાર્ડ ઓવરબ્રીજ નજીકના સર્વિસ રોડના નબળા કામની ફરિયાદો 

આવાગમનમાં પારાવાર મુશ્કેલી, અકસ્માતનો ઝંળુબતો ખતરો

કાદવ-કીચડના સમ્રાજયથી રહેવાસીઓ ત્રાહિમામ, મનપા સામે રોષ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક બનાવવામાં આવેલા ઓવરબ્રિજની બંને તરફના સર્વિસ રોડની કામગીરી નબળી હોવાની ફરિયાદો રહેવાસીઓમાં ઉઠી છે. આથી આવાગમનમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે તો અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે. કાદવ-કીચડના સામ્રાજયથી રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે અને મનપા સામે ભારે રોષની લાગણી ફેલાઇ છે. 

હાપા યાર્ડ નજીક છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની બંને સાઈડમાં બનાવવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની છે. ખાસ કરીને વરસાદના કારણે સર્વિસ રોડ પર કીચડનું સામ્રાજ્ય છવાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાહદારીઓના જણાવ્યા મુજબ, સર્વિસ રોડની કામગીરીમાં થયેલા કથિત નબળી ગુણવતાની સ્થિતિ સ્થળ પર જ નજરે પડી રહી છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડની કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવે અને જ‚રી સુધારાત્મક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

જો આગામી સમયમાં આ ગંભીર બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ  ફરિયાદ કરવાની પણ રાહદારીઓએ ચીમકી ઉચ્ચારી છે. રાહદારીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application