BREAKING NEWS

જામનગરમાં છેલ્લા ૬ર વર્ષથી શ્રી અંબિકા ગરબી મંડળમાં સ્વરચિત ગરબા દ્વારા કરાઇ છે માતાજીની આરાધના

  • October 16, 2026 12:18 PM 

જામનગરમાં છેલ્લા ૬ર વર્ષથી શ્રી અંબિકા ગરબી મંડળમાં સ્વરચિત ગરબા દ્વારા કરાઇ છે માતાજીની આરાધના

જાણીતા સાહિત્યકાર ઉદયન ભટ્ટ દ્વારા વર્ષોથી નવા નવા ગરબા લખી પરંપરાને જીવંત રખાય છે

નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. શહેરમાં અનેક ઠેકાણે ગરબીઓ રમાય છે, પરંતુ સુભાષ માર્કેટ, ભોઈના ઢાળીયા પાસે છેલ્લા ૬૨ વર્ષથી ચાલતી શ્રી અંબિકા ગરબી મંડળની ગરબી પોતાની આગવી વિશેષતાને કારણે આગવું સ્થાન ધરાવે છે.
​​​​​​​
આ ગરબીની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં રજૂ થતા મોટાભાગના ગરબા કોઈ મોટા ગાયક કે કલાકારો એ નથી ગયા હોતા નાતો કોઈ મોટા કવિ કે લેખક કે લખ્યા હોય છે, આયા ગવાતા ગરબા સ્વરચિત હોય છે. જાણીતા સાહિત્યકાર અને સંગીતકાર  ઉદયનભાઈ ભટ્ટ દ્વારા જાતે ગરબાના શબ્દો લખીને તેને સંગીતબદ્ધ કરવામાં આવે છે. વર્ષોથી તેઓ પોતાની કલમે માતાજીના નવા નવા ગરબા લખીને આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે.

ઉદયનભાઈ ભટ્ટના સ્વરચિત રાસ, ગરબા અને સંગતિ પર ૧૦ વર્ષથી લઈને ૨૦ વર્ષ સુધીની ૨૫ જેટલી બાળાઓ માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે. આ બાળાઓને સુંદર એક્શન અને કોરિયોગ્રાફી શીખવવાનું કાર્ય શહેરના જાણીતા કોરિયોગ્રાફર બિપીનભાઈ વાઘેલા અને રાજુભાઈ મલેક રાય દ્વારા કરવામાં આવે છે. બાળાઓ દ્વારા રજૂ થતા એક સરખા સ્ટેપ્સ અને ભાવપૂર્ણ અભિનય દર્શકોના મન મોહી લે છે.

છેલ્લા ૬૨ વર્ષથી અવિરત ચાલતી આ ગરબી પરંપરાનું સફળ સંચાલન હસમુખભાઈ ગોંડલીયા અને ધર્મેશભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓની નિષ્ઠા અને મહેનતને કારણે આજે પણ આ ગરબી શહેરની સૌથી શિસ્તબદ્ધ અને સંસ્કારી ગરબીઓમાંની એક ગણાય છે. સ્વરચિત શબ્દો, મૌલિક સંગીત અને લયબદ્ધ કોરિયોગ્રાફીના ત્રિવેણી સંગમ સમી આ ગરબી નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે ભારતીય સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે. આ ગરબીમાં ઓપરેશન સિંદુર ભગવાન વિષ્ણુના ૧૦ અવતાર તેમજ ગણપતિ વંદના જેવા રાસો લોકોને મંત્રમુક્ત કરી દે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application