જામનગર સહિત સમગ્ર હાલારમાં પ્રથમ વખત મહતમ તાપમાન ૩૨ ડીગ્રીએ પહોંચી ગયુ છે. બપોરે ૧૨ થી ૫ દરમ્યાન ધીરે ધીરે ગરમીનો માહોલ છવાતો જાય છે. જયારે હાલારમાં મિશ્ર ઋતુ શ જામનગરમાં ઠંડી-ગરમીનો માહોલ યથાવત રહ્યો છે. ત્યારે હાલારનું તાપમાન ૧૫.૫ ડીગ્રીએ રહ્યું છે.
હજુ પણ ઠંડી ગરમીનો માહોલ યથાવત છે કયારેક સવારે ધુમ્મસ જોવા મળે છે અને સવાર સાંજ ઠંડીનો માહોલ હજુ પુરો થયો નથી તેની સામે બપોરના ૧૨ વાગ્યા આસપાસ ગરમી શરૂ થાય છે કારણકે મહતમ તાપમાન ૩૨ડીગ્રીએ પહોંચી ગયું છે જો કે કેટલાક શહેરોમાં તો ૩૫ ડીગ્રીએ તાપમાન પહોંચ્યુ છે ત્યારે આ મિશ્ર ઋતુને કારણે ભારે પરેશાન થઇ રહ્યા છે અને તાવ, શરદી, ઉધરસ જેવો રોગચાળો પણ શરૂ થયો છે.
હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે ૮ દિવસથી મહતમ તાપમાન હજુ એમનેએમ હતું હવે મહતમ તાપમાન ૩૨ ડીગ્રીએ પહોંચ્યુ છે. ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. શિવરાત્રી એટલે કે લગભગ તા.૧૫ બાદ ઘટાડો થશે.
કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૫.૫ ડીગ્રી, મહતમ તાપમાન ૩૨ ડીગ્રી, હવામા ભેજ ૬૧ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ત્રણ દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ હતું. આજે સવારે ફરીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.