BREAKING NEWS

જામનગર: રિલાયન્સ દ્વારા સિક્કાની શ્રીકૃષ્ણ કુમાર પ્રાથમિક શાળાનું નિર્માણકાર્ય હાથ ધરાયું

  • September 01, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રિલાયન્સ દ્વારા સિક્કાની શ્રીકૃષ્ણ કુમાર પ્રાથમિક શાળાનું નિર્માણકાર્ય હાથ ધરાયું

નવા વર્ગખંડો, આધુનિક ફર્નિચર, ઉપરાંત આ નિવનિર્મિત શાળા સોલાર સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ, સીસીટીવી, આર.ઓ. પ્લાન્ટ અને ફાયર સેફ્ટીના સાધનોથી સજ્જ બનશે 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ધ્યેય સૂત્ર વી કેરની ફિલસૂફી એટલે કે સમાજની જરૂરિયાતને સમજીને તેના ટકાઉ અને સર્વાંગી વિકાસ કરવાના ભાગરૂપે સિક્કાની શ્રી કૃષ્ણ કુમાર પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્ય અન્વયે હાથ ધરવામાં આવ્યું છે. કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ સૌ માટે સર્વસમાવેશી, સરળતાથી ઉપલબ્ધ અને ગુણવત્તાસભર શિક્ષણ થકી સમાવેશી ભારતનું નિર્માણ કરવાના રિલાયન્સના સમર્પિત વિઝનથી પ્રેરિત અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૪ સરકારી પ્રાથમિક અને હાઇસ્કૂલોના નિર્માણમાં સહયોગ આપવામાં આવ્યો છે.

સોમવાર, ૩૧ ઓગસ્ટના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (ડીપીઇઓ) જામનગર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, રિલાયન્સના પ્રતિનિધિઓ, ટીપીઇઓ,જામનગર તાલુકા, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સિક્કા નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક સમુદાયના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સિક્કા શ્રી કૃષ્ણ કુમાર પ્રાથમિક શાળાનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.

હાલ આ શાળા બે શિફ્ટમાં ચાલી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં તૈયાર થનારી નવનિર્મિત શાળાની આધુનિક માળખાકીય સુવિધાઓ આ પડકારોને દૂર કરવામાં અને અભ્યાસ માટે વધુ અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.

નવી શાળામાં વર્ગખંડો, પ્રિન્સિપાલ રૂમ, સ્ટાફ રૂમ અને શૌચાલય બ્લોકનો સમાવેશ થશે. આ ઉપરાંત સોલર સિસ્ટમ, વરસાદી પાણીના સંગ્રહની પદ્ધતિ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, સીસીટીવી, અત્યાધુનિક ફર્નિચર, સંગીતના સાધનો, આરઓ વોટર પ્લાન્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને વૃક્ષારોપણ જેવી અન્ય સુવિધાઓથી પણ શાળાને સજ્જ કરવામાં આવશે.

રિલાયન્સ દ્વારા અત્યાર સુધીમાં કૂલ ૧૪ સરકારી પ્રાથમિક અને હાઇસ્કૂલોના નિર્માણમાં સહયોગ આપવામાં આવ્યો છે, કંપનીના કાર્યકારી ક્ષેત્રો અને તેની આસપાસના સમુદાયો માટે શૈક્ષણિક સુવિધાઓની પહોંચ બહેતર બનાવવાનું અને આ વિસ્તારની માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં યોગદાન આપવાનું કાર્ય નિરંતર જારી રાખવામાં આવશે.

રિલાયન્સ શિક્ષણને રાષ્ટ્ર નિર્માણ તથા સર્વસમાવેશી વિકાસના મુખ્ય આધારસ્તંભ તરીકે જુએ છે. એ માટે શૈક્ષણિક ગુણવત્તા અને સામાજિક માળખાકીય સુવિધાને બહેતર બનાવીને યુવાનોને ૨૧મી સદીના કૌશલ્યોથી સશક્ત બનાવી શૈક્ષણિક અસમાનતાને દૂર કરવા, આજીવન શીખવાની ભાવનાને પ્રોત્સાહન આપવા અને ભારતના લાંબા ગાળાના સામાજિક તથા આર્થિક વિકાસને આગળ ધપાવવા માટે સક્ષમ જવાબદાર નાગરિકો તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application