BREAKING NEWS

જામનગર પોલીસ બની આધુનિક: મોહરમના તાજીયા તહેવાર નિમિત્તે ડ્રોન કેમેરાથી સતત સર્વેલન્સ

  • June 27, 2026 10:20 AM 


જામનગર પોલીસ બની આધુનિક: મોહરમના તાજીયા તહેવાર નિમિત્તે ડ્રોન કેમેરાથી સતત સર્વેલન્સ


દરબારગઢ, બરધન ચોક, ચાંદી બજાર, માંડવી ટાવર તથા દિપક ટોકીઝ જેવા વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ 'ન' બને, તે માટે ડ્રોન કેમેરા દ્વારા પોલીસ ની સતત બાઝ નજર રાખી


જામનગરમાં આશુરા દિવસે શહેરના દરબારગઢ સર્કલ વિસ્તાર, ચાંદી બજાર વિસ્તાર, બરધન ચોક વિસ્તાર, માંડવી ટાવર વિસ્તાર, દિપક ટોજીક રોડ વિસ્તારમાં મુસ્લિમ સમાજની જુદી-જુદી જમાતો અને યંગ કમિટીના સંખ્યાબંધ વિવિધ પ્રકાર તાજીયા પડમાં આવે છે. આ બધા તાજીયા નિહાળવા લાખા લોકો બપોર થી બજારમાં આવી જાય છે. લોકોની સુરક્ષા માટે જામનગર પોલીસ સતત બે દિવસ સુધી ખડે પગે રહે છે.


​​​​​​​કાયદો વ્યવસ્થા અને સુરક્ષા માટે રાજકોટ રેન્જ ના આઇ.જી નિર્લિપ્ત રાયની સૂચનાથી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સૂચનાથી​​​​​​​ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી સર્વેલન્સ કર્યો હતો. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વિપુલસિંહ ડોડીયા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા ભીડવાળા વિસ્તારો જેમકે દરબારગઢ, બરધન ચોક, ચાંદી બજાર, માંડવી ટાવર તથા દિપક ટોકીઝ જેવા વિસ્તારમાં અનિચ્છનીય બનાવ 'ન' બને, ડ્રોન કેમેરા દ્વારા પોલીસ ની સતત બાઝ રાખી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application