BREAKING NEWS

જામનગર: ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે ‘કાયાકલ્પ વિશેષ અભિયાન’ અંતર્ગત સઘન સ્વચ્છતા અને ચેપ નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ

  • October 30, 2026 09:53 AM 

જામનગર: ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે ‘કાયાકલ્પ વિશેષ અભિયાન’ અંતર્ગત સઘન સ્વચ્છતા અને ચેપ નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ

હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા સાથે બાયોમેડિકલ વેસ્ટનું યોગ્ય વ્યવસ્થાપન અને દર્દીઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરાયું

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, ચેપ નિયંત્રણ અને દર્દીઓને સ્વચ્છ તથા સુરક્ષિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી “કાયાકલ્પ પ્રવૃત્તિઓ” અંતર્ગત જી.જી. સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે સ્વચ્છતા અભિયાન ‘વિશેષ અભિયાન-૬’ અંતર્ગત વિશેષ સ્વચ્છતા અને વ્યવસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત હોસ્પિટલના વિવિધ વિભાગો, ઓ.પી.ડી., વોર્ડ, કોરિડોર, સીડી, શૌચાલય, દર્દીઓના પ્રતીક્ષાલય તેમજ અન્ય જાહેર ઉપયોગનાં સ્થળોએ સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા સાથે બાયોમેડિકલ વેસ્ટનું યોગ્ય વર્ગીકરણ, સંગ્રહ અને નિકાલ, પીવાના પાણીની સુવિધાઓની સ્વચ્છતા તથા હાથની સ્વચ્છતા અને ચેપ નિયંત્રણની વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત, હોસ્પિટલના વિવિધ વિભાગો, સ્ટોર રૂમ તથા અન્ય જગ્યાઓની વ્યવસ્થિત ગોઠવણી અને સમગ્ર પરિસરને સ્વચ્છ રાખવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી, જેથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે અને દર્દીઓ તથા તેમની સાથે આવતા સગાં-સંબંધીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે.

ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે હાથ ધરાયેલી આ કામગીરીથી હોસ્પિટલની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવી, ચેપના જોખમને ઘટાડવા માટે જરૂરી સાવચેતી રાખવી, બાયોમેડિકલ વેસ્ટના નિયમોનુસાર નિકાલને પ્રોત્સાહન આપવુ અને દર્દીઓ માટે સુરક્ષિત તથા આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરાયું હતું, જેને અનુલક્ષીને હોસ્પિટલ તંત્ર દ્વારા સ્વચ્છતા, આરોગ્ય સુરક્ષા અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સતત જાળવી રાખવા માટે તમામ સંબંધિત વિભાગો અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application