BREAKING NEWS

જામનગરમાં ભેળસેળ પર નિયંત્રણની મથામણ, મીઠાઇ, ફરસાણ, તેલના નમૂના લેવાયા

  • November 03, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ભેળસેળ પર નિયંત્રણની મથામણ, મીઠાઇ, ફરસાણ, તેલના નમૂના લેવાયા

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફૂડ શાખાની તવાઇ,૧૮ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

ગુલાબનગર, ખંભાળિયા રોડ, ગ્રેઇન માર્કેટ, રણજીત રોડ સહિતના વિસ્તારોમાં  કાર્યવાહી 

જામનગરમાં ખાધપદાર્થોમાં ભેળસેળ પર નિયંત્રણ માટે મનપા મથામણ કરી રહી છે. દીવાળીના તહેવારોને અનુલક્ષીને મનપાની ફુડ શાખાએ સેન્ટ્રલ બેંક, ગુલાબનગર, ખંભાળિયા રોડ, ગ્રેઇન માર્કેટ, રણજીત રોડ સહિતના વિસ્તારોમાં  ચેકીંગ કરી મીઠાઇ, ફરસાણ, તેલ સહીત ૧૮ નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. 

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ શાખાની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ એમ બે પ્રકારના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ હેઠળ મિક્સ કઠોળ ચવાણું, દાળ મૂઠ નમકીન, ચોકલેટ પેંડા, ગુલાબ બ્રાન્ડનું કપાસિયા તેલ અને બેસનના ૧૮ નમૂના લઈ વડોદરા સ્થિત ફૂડ એનાલિટિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત સર્વેલન્સ હેઠળ ડ્રાય કચોરી, થાબડી, કલકત્તી પ્લાઝા અને કેસરી પેંડાના નમૂના પણ વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. 

જ્યારે જામનગરની સ્થાનિક લેબોરેટરીમાં ઢોસાનું ખીરું, ઈડલી, ચટણી, સંભાર, કાજુ કતરી, નાયલોન ચવાણું, પોહા ચેવડો, પાપડી ગાંઠિયા, રાજસ્થાની મિક્સ, વ્હાઈટ પેંડા, મેંગો બરફી, નાનખટાઈ, મોહનથાળ અને ટોપરા પાક સહિતના ખાદ્યપદાર્થોના નમૂના મોકલવામાં આવ્યા છે. શહેરના સેન્ટ્રલ બેંક સામેના વિસ્તાર, ગુલાબનગર, ખંભાળિયા રોડ, ગ્રેન માર્કેટ અને રણજીત રોડ સહિતના વિસ્તારોમાં આવેલા મીઠાઈ તથા ફરસાણના વેપારીઓ પાસેથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ફૂડ શાખા દ્વારા તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે તકેદારી રાખવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે લેબોરેટરીના પૃથક્કરણ અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોની મોસમમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application