BREAKING NEWS

જામનગર: ખીમરાણા ગામમાં ઇંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાતા ચકચાર

  • May 27, 2026 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખીમરાણા ગામમાં ઇંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાતા ચકચાર

ખુલ્લેઆમ શરાબની હેરાફેરીથી રાત્રીના દેકારો બોલ્યો: પોલીસ અને ગ્રામજનો દોડી ગયા : લાખોનો મુદામાલ કબ્જે: ફરીયાદ માટે તજવીજ

જામનગર તાબેના ખીમરાણા ગામમાં રાત્રીના ઇંગ્લીશ દારૂના ચપલા ભરેલી કાર ઝડપાતા ભારે દોડધામ મચી ગઇ હતી, પોલીસ સહિતના દોડી ગયા હતા અને ભારે ચકચાર મચી ગઇ હતી. દરમ્યાનમાં પંચ-એ પોલીસ દ્વારા આ મામલે લાખોનો મુદામાલ કબ્જે કરી ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ આ અંગેનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. 

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ પંચકોશી-એ દ્વારા એક હકીકતના આધારે દારુ ભરેલી કારનો પીછો કર્યો હતો દરમ્યાનમાં કારચાલક ખીમરાણા તરફ ભાગ્યો હતો અને ત્યાં દિવાલમાં વાહન અથડાયુ હતું દરમ્યાનમાં જામનગર તાલુકાના ખીમરાણા ગામે ખુલ્લેઆમ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપાતા અને આ અંગેનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો જેમાં સામાજીક કાર્યકર, ગ્રામજનો અને પોલીસની ગાડી સહિતના નજરે પડતા હોય અને દારુ વેચાણ બાબતે દેકારો બોલ્યો હતો એવા દ્રશ્યો આ ફુટેજમાં કેદ થયા હતા જેના આધરે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.

વધુમાં જાણવા મળેલી વિગત મુજબ ખીમરાણા ગામમાં ગત રાત્રીના ઇંગ્લીશ દારૂના ચપટા ભરેલી એક કાર જોવા મળતા અટકાયત કરાઇ હતી, ચાલક ભાગી છુટયો હોવાનું જાણવા મળ્યુ છે, પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાડીમાંથી અંદાજે ૧ હજારથી વધુ શરાબના ચપલા મળી આવ્યા છે. ગાડી સહિત લાખોનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને નંબર આધારે કાર્યવાહી આગળ ધપાવી છે, બીજી બાજુ આ સમગ્ર પ્રકરણ મામલે પંચ-એ પોલીસ દ્વારા વિધિવત ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં અવાર નવાર વિદેશી અને દેશી દારુ ઝડપાય છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કયાંક જનતા રેઇડ પણ પાળવામાં આવતી હોય છે અને કયાંક દારુ કયાં વેચાય છે એ બાબતના આક્ષેપો અને આક્રોશ સાથેના વિડીયો પણ સોશ્યલ મિડીયામાં સમયાંતરે વાયરલ થતા રહે છે, ગઇ મોડી રાત્રે પણ સોશ્યલ મિડીયામાં ખુલ્લેઆમ ઇંગ્લીશ દારૂની ગાડી ઝડપાઇ હોવાની અને લોકો એકત્ર થયાનો એક વિડીયો વાયરલ થયો હતો હાલ આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News