તા.૨૫ ઓક્ટોબરના રોજ ધ્રોલ ખાતે પૂર્વ સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાશે
જામનગર જિલ્લાના ધ્રોલ, જોડીયા અને કાલાવડ તાલુકામાં વસતા પૂર્વ સૈનિકોના તેમજ દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનુ સંમેલન તા.૨૫/૧૦/૨૦૨૬ને રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાક થી ૨:૦૦ કલાક સુધી ઉમીયા પાર્ટી પ્લોટ, HP પેટ્રોલ પંપની પાસે, શ્રી આશાપુરા રેસીડેન્સી-૧ ની સામે ધ્રોલ ખાતે યોજવામાં આવશે.
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાની અધ્યક્ષતામાં યોજાનાર આ સૈનિક સંમલેનમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે. તેમજ કેંદ્ર/રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પુર્વ સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આ સંમેલનમાં આપવામાં આવશે. આથી જામનગર જિલ્લાના ધ્રોલ, જોડીયા તેમજ કાલાવડ તાલુકામાં વસતા તમામ પુર્વ સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આ સંમેલનમાં હાજરી આપવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.