BREAKING NEWS

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટી પૂર્વે સંકલનની બેઠક પુન: શહેર ભાજપ કાર્યાલયે મળી..!

  • October 22, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટી પૂર્વે સંકલનની બેઠક પુન: શહેર ભાજપ કાર્યાલયે મળી..!


જામનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક પૂર્વે મળતી સંકલનની બેઠક પુન: શહેર ભાજપ કાર્યાલયે મળી હતી. આથી જૂની પરંપરા જાળવવાનો મોવડીમંડળે આદેશ કર્યો છે કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે અંગે ચર્ચા અને ચણભણાટ શ‚ થયો છે. શહેર ભાજપ પ્રુમખે આ અંગે કહ્યું હતું કે, મીટીંગ હતી એટલે કાર્યાલયે સંકલનની બેઠક મળી હતી હવે પછી આગામી દીવસોમાં જોઇશું.

જામનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટી પૂર્વે સંકલનની બેઠક મળવાની સીલસીલો વર્ષોથી ચાલ્યો આવે છે. અગાઉ સ્ટેન્ડીંગ કમીટી પૂર્વે મળતી સંકલનની બેઠક શહેર ભાજપ કાર્યાલયે મળતી હતી. પરંતુ મનપાની ચૂંટણી બાદ નવા પદાધિકારીઓએ સતાના સુકાન સંભાળ્યા બાદ સ્ટેન્ડીંગ કમીટીની બેઠક પૂર્વે મળતી  સંકલનની બેઠક મનપાના સ્ટેન્ડીંગ કમીટી હોલમાં મળવાની શ‚ થઇ હતી. આથી મનપાના કામોમાં હસ્તક્ષેપની ફરિયાદોના પગલે મોવડીમંડળ દ્વારા શહેર સંગઠનની સંકલનની બેઠકમાંથી બાદબાકીની ચર્ચા જોરશોરથી ચાલી હતી. આજે મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક મળી હતી. પરંતુ આ પૂર્વે સંકલનની બેઠક મનપાના બદલે શહેર ભાજપ કાર્યાલયે મળી હતી. આથી પુન: સ્ટેન્ડીંગ પૂર્વે સંકલનની બેઠક ભાજપ કાર્યાલયે કરવાની જૂની પરંપરા જાળવવા  મોવડીમંડળે આદેશ કર્યો છે કે અન્ય કોઇ કારણો જવાબદાર છે તે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, શહેર ભાજપ કાર્યાલયે એક મીટીંગ હોય સંકલનની બેઠક કાર્યાલયે મળી હતી. જયારે આગામી દીવસોમાં પણ શું સંકલનની બેઠક શહેર ભાજપ કાર્યાલયે મળશે કે કેમ તે અંગે તેણીએ આગામી દીવસોમાં જોઇશું તેમ જણાવ્યું હતું. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application