↵જામનગર: મેઘપર પડાણામાં કોપર પ્લેટની ચોરીનો ભેદ ઉકેલાયો
બે શખ્સ પકડાયા : ૯૬ હજારનો મુદામાલ જપ્ત
મેઘપર પડાણા પોલીસે કોપર પ્લેટ ચોરીનો ભેદ ઉકેલીને બે શખ્સોને મુદામાલ સાથે પકડી લીધા છે.
લાલપુર વિભાગના એ.એસ.પી. પ્રતિભાના માર્ગદર્શન હેઠળ મેઘપર પડાણાના પીઆઇ એ.એલ. બારસીયા અને સ્ટાફ ઘરફોડ ચોરીના ગુના ઉકેલવા તપાસમાં હોય દરમ્યાન મહિપાલસિંહ, જયરાજસિંહ, લાખનસિંહ, ધર્મેન્દ્રસિંહ અને વિક્રમસિંહ પેટ્રોલીંગમાં હતા ત્યારે સંયુકત બાતમી આધારે ફરીયાદીની ખાનગી કંપનીમાં આવેલ સ્ટોરમના ક્ધટેનરમાંથી ૧૫ પ્લેટર કોપરની ચોરી થઇ હતી.
જેમાં આરોપી સિકકાના મહેબુબ ગુલામ ઉર્ફે સલીમ ખલીફા અને ચંગા પાટીયે રહેતા મુળ રાજસ્થાનના દેવગઢના ગોપાલસીંગ ભવરસીંગ રાવણાને પકડી લીધા હતા તેની પાસેથી ૯૬ હજારની કિંમતની કોપર ધાતુની પ્લેટો કબ્જે કરવામાં આવી હતી.