BREAKING NEWS

દ્વારકા: કલ્યાણપુરમાં કંપનીમાંથી થયેલ કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

  • August 27, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: કલ્યાણપુરમાં કંપનીમાંથી થયેલ કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

એલસીબી દ્વારા ત્રિપુટીને પકડી પાડી : ૪.૧૨ લાખનો મુદામાલ કબ્જે 

કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓનીક્ષ કંપનીના સોલાર પ્લાન્ટનો પાવર સપ્લાયરનો કોપર વાયર આશરે કુલ ૧૦,૫૦૦ મીટર જેની કિ.રૂ.૧,૫૭,૦૦૦ના મતાની ચોરી બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશન એ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ),૩૩૧(૪) મુજબનો ગુનો નોંધાયેલ હતો.

આ પ્રકારના વણશોધાયેલ વાયર ચોરીઓ સહિત અન્ય ગુનાઓ શોધી કાઢવા સબબે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા  દ્વારા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓને સુચના કરેલ જે આધારે પો.સ.ઈ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઈ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમ સાથે આ પ્રકારના મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા સબબ ટેકનીકલ તેમજ હયુમન સોશિસથી કાર્યરત હતા.

 પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી નાઓ એલ.સી.બી. ટીમ સાથે ઇદ એ મિલાદના તહેવાર અનુસંધાને ખંભાળીયા ટાઉન વિસ્તારમાં તકેદારી બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એએસઆઈ મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા નાઓને હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનીકલ લેવલથી મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે ખંભાળીયા સેવાસદનની બાજુમાં આવેલ રેલ્વે ગરનાળા પાસેથી નીચે જણાવેલ ત્રણેય ઇસમોને ચોરીમાં ગયેલ કોપર વાયર સાથે  પકડી પાડી ત્રણેય વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપી હુશેન ઉર્ફે લેંગો અયુબભાઇ મેપાણી ઉ.વ.૨૮ રહે. પોલીસ સ્ટેશના પાછળના ભાગે, સીક્કા ગામ તા.જી.જામનગર, અસલમ ઇસાભાઇ તાયાણી ઉ.વ.૨૨ રહે. મોતી બંગલા પાછળ, ફીસરીઝ ઓફીસની બાજુમાં સિક્કા તા.જી. જામનગર અને આરીફ ઉર્ફે પુષ્પા ઇસાભાઇ તાયાણી ઉ.વ.૨૧ રહે. મોતી બંગલા પાછળ, ફીસરીઝ ઓફીસની બાજુમાં સિક્કા તા.જી.જામનગર તેમજ કબ્જે કરેલ મુદામાલમાં કોપર ધાતુનો વાયર જેનુ વજન ૨૩૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૨,૦૭,૦૦૦, એક રેનોલ્ટ કંપનીની ફોરવ્હિલ રજી.નં.જીજે ૦૫ આરએલ ૮૯૫૮ જેની કિ.૨,૦૦,૦૦૦૦, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦, કુલ કિ. ૪,૧૨ લાખનો મુદામાલ છે. 

ઇસમો વાહન લઇને રાત્રીના સમયે કંપનીની વંડી કુદીને કંપનીમાં રહેલ પાવર સપ્લાયરનો કોપર વાયર કટર વડે કાપી ચોરી કરી ગુના આચરે છે. આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસમાં હુશેન ઉર્ફે લેંગો અયુબભાઇ મેપાણી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ કલ્યાણપુર, સિકકામાં ૨, ધ્રોલ, જોડીયામાં ૧-૧, અકરમ સામે જામનગરના સિકકા, જોડીયા, ધ્રોલમાં ૧-૧ અને કલ્યાણપુરમાં બે ગુના , આરીફ સામે સિકકા, જોડીયા, ધ્રોલમાં ૧ અને કલ્યાણપુરમાં ૨ ગુના નોંધાયેલા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application