જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને હવે થોડો સમયની વાર છે ત્યારે હવે અનેક કાવાદાવા શરૂ થઇ ચુકયા છે ભાજપની ૫૦ બેઠકો છે જયારે કોંગ્રેસની ૧૧ અને બસપાની ૩ બેઠકો છે આ ચુંટણીમાં આમ આદમી પાર્ટી પણ એન્ટ્રી કરવાની છે કેટલાક જુના જોગીઓને ઘેર બેસવું પડશે એટલું જ નહી સિનિયર અને જુનિયર કાર્યકારોનું મિશ્રણ કરીને ટીકીટ આપવામાં આવે તેવી પણ શકયતા છે પરંતુ ભાજપમાં ૨,૫,૯ અને ૧૬ નંબરમાં કયા કાર્યકરને ટીકીટ મળે છે તે અંગે લોબીંગ શરૂ થઇ ચુકયુ છે, વોર્ડ નં.૧૨માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા કોૈગ્રસનું સમિકરણ બદલાયુ છે અને અંદરોઅંદર તીવ્ર સ્પર્ધાઓ ઉભી થશે મહામંત્રીઓની નિમણુંક થઇ ગયા બાદ જામનગર ભાજપમાં કોને ટીકીટ આપવી તે અંગે નકકી થશે ત્યારે કેટલાક વોર્ડમાં સમીકરણ બદલાતા સારા કાર્યકરોને કાં તો વોર્ડ બદલવો પડશે અથવા તો ઘરે બેસવું પડશે, કોંગ્રેસે અત્યારથી ધીમે ધીમે શરૂઆત કરી દીધી છે, આગામી દિવસોમાં આ ચુંટણી ચેલેન્જભરી થશે તેમ મનાય છે.
કોર્પોરેશનમાં ૧૬ વોર્ડ અને ૬૪ બેઠકો છે તેમાં સ્ત્રી અનામત ૩૨ બેઠકો થાય છે અનુસુચિત જાતિ માટે ૪ બેઠકો અનામત છે, અનુ. આદી જાતી માટે ૧ બેઠક, પછાત વર્ગ માટે ૧૭ બેઠક અને ૨૨ સામાન્ય બેઠક છે, તેનો અર્થ એ થાય કે કુલ ૪૪ બેઠક અનામત છે, કોર્પોરેશનમાં ૧૬ વોર્ડમાં ૫૮૭૩૫૦ મતદારો છે જેમાં સૌથી વધુ વોર્ડ નં.૧૨માં ૪૩૩૮૪ મતદારો છે જયારે વોર્ડ નંબર ૮માં ૪૧૦૩૮ મતદારો મતદાન કરી શકશે.
વોર્ડ નંબર ૧માં ૩૬૩૪૨ મતદાન કરશે તેમાં પ્રથમ અને બીજી બેઠક સામાન્ય ત્રીજી પછાત વર્ગ અને ચોથી સામાન્ય બેઠક થઇ છે, વોર્ડ નંબર ૨માં ૩૪૦૮૨ની વસ્તી છે પ્રથમ બેઠક અનુસુચિતિ જાતિ બીજી બેઠક સામાન્ય ત્રીજી બેઠક પછાત વર્ગ અને ચાથી બેઠક સામાન્ય છે, દરેક વોર્ડમાં બીજી બેઠક સ્ત્રી અનામતને ફાળવવામાં આવી છે, વોર્ડ નંબર ૩માં વસ્તી ૩૩૭૮૬ પ્રથમ બેઠક પછાત વર્ગ, બીજી સામાન્ય, ત્રીજી અનુસુચિત જાતિ, ચોથી સામાન્ય જયારે વોર્ડ નંબર ૪ માં કુલ વસ્તી ૩૬૦૬૨, પ્રથમ પછાત વર્ગ, બીજી સામાન્ય, ત્રીજી પછાત વર્ગ, ચોથી સામાન્ય બેઠક જાહેર થઇ છે.
વોર્ડ નંબર ૫ ધુરંધર કાર્યકરોનો વોર્ડ ગણાય છે, તેમાં ૩૬૧૦૮ કુલ વસ્તી, પ્રથમ અને બીજી બેઠક સામાન્ય, ત્રીજી બેઠક પછાત વર્ગ અને ચોથી બેઠક સામાન્ય જાહેર થઇ છે, વોર્ડ નંબર ૬માં ગયા વખતે બસપાને ૩ બેઠક મળી હતી અને ૧ બેઠક ભાજપને ગઇ હતી, તેમાં પ્રથમ, દ્વિતીય અને ચોથી બેઠક સામાન્ય જયારે ત્રીજી બેઠક પછાત વર્ગની જાહેર થઇ છે, વોર્ડ નંબર ૭માં કુલ વસ્તી ૪૦૦૭૩ છે, પ્રથમ બેઠક અનુસુચિત જાતિ, બીજી અને ચોથી બેઠક સામાન્ય, ત્રીજી બેઠક પછાત વર્ગ, વોર્ડ નંબર ૮ માં કુલ વસ્તી ૪૧૦૩૮ પ્રથમ, દ્વિતીય અને ચોથી બેઠક સામાન્ય જયારે ત્રીજી બેઠક પછાત વર્ગની છે.
વોર્ડ નંબર ૯માં આ વર્ષે ભારે રસાકસી થશે, કુલ વસ્તી ૩૧૬૦૯ પ્રથમ બેઠક પછાત અને બાકીની ૩ બેઠક સામાન્ય છે, વોર્ડ નંબર ૧૦ ભાજપનો ગઢ ગણાય છે જયારે કુલ વસ્તી ૩૭૪૬૧ પ્રથમ અને ત્રીજી બેઠક પછાત વર્ગ જયારે ૨ અને ૪ સામાન્ય છે વોર્ડ નંબર ૧૧માં કુલ વસ્તી ૩૯૫૧૪ છે પ્રથમ પછાત વર્ગ બીજી સામાન્ય ત્રીજી અનુજાતિ અને ચોથી સામાન્ય બેઠક છે, વોર્ડ નંબર ૧૨માં સૌથી વધુ કુલ વસ્તી ૪૩૩૮૪ છે જયારે પ્રથમ, બીજી અને ચોથી સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગની છે જયારે આ વોર્ડમાં ખુબ જ રસાકસી થશે કારણ કે આ વોર્ડ સંવેદનશીલ છે વોર્ડ નંબર ૧૩માં ૩૬૪૯૪ની વસ્તી છે પ્રથમ બેઠક પછાત અને બાકીની ૩ બેઠક સામાન્ય જાહેર થઇ છે.
વોર્ડ નંબર ૧૪માં કુલ વસ્તી ૩૪૬૨૮ જેમાં પ્રથમ પછાત વર્ગ અને બાકીની ૩ સામાન્ય છે વોર્ડ નંબર ૧૫માં કુલ વસ્તી ૩૮૪૦૬ પ્રથમ પછાત વર્ગ અને બાકીની ૩ સામાન્ય બેઠક જાહેર થઇ છે વોર્ડ નંબર ૧૬માં કુલ વસ્તી ૩૬૯૪૦ છે જેમાં પ્રથમ, બીજી અને ચોથી સામાન્ય જયારે ત્રીજી બેઠક પછાત વર્ગની ચુંટણી પંચે જાહેર કરી છે આમ ૧૬ વોર્ડની કુલ વસ્તી ૫૮૭૩૫૦ જાહેર થઇ છે.
આ ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ સંવેદનશીલ: આપની થશે એન્ટ્રી...
કોંગ્રેસમાંથી ત્રણ નગરસેવકોને સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસના ગઢ ગણાતાં વોર્ડ નં. ૧૨ માં આ વખતે ભારે રસાકસી જોવા મળશે, અને આપ અને કોંગ્રેસને કેટલી બેઠક મળશે...? તે અંગે અત્યારથી કહેવું વ્હેલું છે, પરંતુ ચૂંટણીમાં ભારે ઉત્તેજના રહેશે, અને અત્યાર સુધીમાં ક્યારેય ન યોજાઇ હોય તેવી ચૂંટણી કદાચ આ વોર્ડમાં થશે, જેના ઉપર જામનગર વાસીઓની નજર મંડાયેલી છે.
કેટલાંક નગરસેવકોના પત્તા કપાશે: વોર્ડ બદલવા કરી રહ્યા છે, વિચારણા...
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર : ૨, ૩, ૬ સહિતના વોર્ડમાં અનામતમાં ફેરફાર થતાં અમુક નગરસેવકોને ઘેર બેસવું પડશે તેવી હાલત છે, એટલું જ નહીં, જો તેમના ઉપરી આકાઓ મદદ કરે તો, તેઓને અન્ય વોર્ડ પસંદ કરવો પડશે, માટે આ ચૂંટણીમાં અત્યારથી જ રસાકસી શરુ થઇ છે, કેટલાંક સીનીયર નગરસેવકોને ઘેર પણ બેસાડી દેવાશે, યુવાનોને તક વધુ મળશે, એવું માનવામાં આવે છે ત્યારે આ વખતેની યુવાનોની પસંદગી પણ આશ્ર્ચર્યજનક રહે તેવી શક્યતા છે.