BREAKING NEWS

દ્વારકાના મુળવાસર ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

  • July 20, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના મુળવાસર ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

રૂ. ૨૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરતી દ્વારકા પોલીસ

દ્વારકા: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સૂચના મુજબ દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પ્રોહીબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત સફળ કામગીરી કરવામાં આવી છે.

પેટ્રોલિંગ દરમિયાન પો.સબ.ઇન્સ આર.એલ. ચોપડા તેમજ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. રાણાભાઈ રણમલભાઈ વાઘેલા અને એ.એસ.આઈ. હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ બાતમીના આધારે મુળવાસર ગામની સીમમાં આવેલ બાવળની ઝાળીઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન ત્યાંથી ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ૯૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો (કિંમત રૂ. ૨૨,૫૦૦) અને ૨૫ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. ૫,૦૦૦) મળીને કુલ રૂપિયા ૨૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દરોડા દરમિયાન આરોપી લખન ઉર્ફે બબુ ગાભલાભા વાઘેર અને નવઘણભા પરબતભા સુમણીયા (બંને રહે. મુળવાસર, તા. દ્વારકા) ફરાર થઈ ગયા હતા, જેમને પકડી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે ફરાર આરોપી નવઘણભા સુમણીયા અગાઉ પણ દ્વારકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ત્રણ ગુનાઓમાં સંગોપન ધરાવે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે.
​​​​​​​
આ સફળ કામગીરીમાં પી.આઈ. એમ.જી. જાડેજા, પી.એસ.આઈ. આર.એલ. ચોપડા, એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા, એ.એસ.આઈ. હરપાલસિંહ ઝાલા, પો.હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા, થારિયાભાઈ સુમણીયા, કુલદીપભાઈ ખુમાણ તથા પો.કોન્સ. જેસાભાઈ આંબલીયા અને દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application