BREAKING NEWS

જામનગર નજીક ટેન્કરે બાઇકને ઠોકર મારતા દંપતિ ખંડીત

  • May 15, 2026 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર નજીક ટેન્કરે બાઇકને ઠોકર મારતા દંપતિ ખંડીત

યુવાનનું મૃત્યુ: બેડ પાટીયે રોડ ક્રોસ કરતી વેળાએ વૃઘ્ધને ગંભીર ઇજા


જામનગર ખંભાળીયા હાઇવે પર વાહન અકસ્માતના બે જુદા જુદા બનાવમાં એકનું મૃત્યુ અને બે ને ઇજા પહોચી છે, લહેર તળાવ નજીકના રોડ પર ટેન્કરચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનો ભોગ લેવાયો હતો અને તેમની પત્નીને ઇજા પહોચી હતી, જયારે બેડ પાટીયે રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃઘ્ધને ખાનગી બસે હડફેટે લઇ ઇજા પહોચાડી હતી. 

મુળ જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના વતની અને હાલ જાખર ગામમાં રહેતા દિવ્યાબા યુવરાજસિંહ ગોહિલ (ઉ.વ.૩૦) નામની મહિલાએ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં ટેન્કર નં. જીજે૬બીવાય-૨૧૫૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. 

જેની વિગત મુજ ફરીયાદીને સારવાર કરાવવા માટે તેમના પતિ જામનગર ખાતે બાઇક નં. જીજે૦૩-એચજે-૧૪૯૮ લઇને ગયા હતા સારવાર કરાવી પરત બાઇકમાં આવી રહયા હતા ત્યારે જામનગર ખંભાળીયા હાઇવે લહેર તળાવ ચારણનેશ પાસેના રોડ પર પહોચતા પાછળથી ઉપરોકત નંબરના ટેન્કર ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી ઠોકર મારી હતી.

આ અકસ્માતમાં ફરીયાદીને માથાની પાછળના ભાગે ઇજા તથા ફરીયાદીના પતિને માથામાં ગંભીર અને શરીરે અન્ય ઇજા પહોચાડી હતી ગંભીર ઇજા સબબ પતિનું મૃત્યુ નિપજયુ હતું. ટેન્કર ચાલક વાહન લઇ ભાગી ગયો હતો. દિવ્યાબા ગોહિલની ફરીયાદના આધારે સિકકા પોલીસ દ્વારા ટેન્કરચાલક સામે ગુનો નોંધીને નંબરના આધારે તપાસ લંબાવવામાં આવી છે. 

બીજા બનાવમાં જામનગર નજીક બેડ ગામના રસુલનગરમાં રહેતા ડ્રાઇવીંગ કરતા ઇશાક મુસાભાઇ માકોડા (ઉ.વ.૫૭) નામના વૃઘ્ધ ઘરેથી કંપનીમાં ડ્રાઇવીંગ કામ માટે જતા હતા, બેડ પાટીયા પાસે પહોચતા સવારના સુમારે હાઇવે રોડ ક્રોસ કરવા માટે ડીવાઇડર પાસે ઉભા હતા અને વાહનોની અવર જવર બંધ થાય તેની રાહ જોતા હતા, એ દરમ્યાન ખંભાળીયા જામનગર તફરથી ખાનગી બસના ચાલકે જોયા વીના ગફલતભરી રીતે વણાંક વાળી ભટકાડતા તેઓ નીચે પડી ગયા હતા અને શરીરે ગંભીર ઇજા પહોચી હતી. ઇશાકભાઇ દ્વારા ખાનગી બસના ચાલક સામે સિકકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application