BREAKING NEWS

૫૧.૫૦ લાખની વીજચોરીના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી જામનગર ડિસ્ટ્રિક્ટ અદાલત

  • October 15, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫૧.૫૦ લાખની વીજચોરીના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી જામનગર ડિસ્ટ્રિક્ટ અદાલત



જામનગરમાં ૫૧,૫૦,૦૦૦/-ની કથિત વીજ ચોરી અંગે નોંધાયેલા ફોજદારી કેસમાં  પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, જામનગરની અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કરી છુટકારો આપ્યો છે.

આ કેસમાં આરોપી જુમા ખમીસ ભોકલ વિરુદ્ધ વીજ ચોરીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને રૂ. ૫૧.૫૦ લાખની વીજ ચોરી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપી તરફથી એડવોકેટ દ્વારા અસરકારક રીતે બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. બચાવ પક્ષે ફરિયાદ પક્ષના પુરાવા, સાક્ષીઓની જુબાની તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ અંગે વિસ્તૃત દલીલો કરી હતી અને ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધનો ગુનો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાની દલીલ કરવામાં આવી હતી.

અદાલતે કેસમાં રજૂ થયેલા સમગ્ર પુરાવા તથા બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લઈ ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધનો ગુનો કાયદેસરના જરૂરી ધોરણ મુજબ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું માની આરોપી જુમા ખમીસ ભોકલને નિર્દોષ જાહેર કરી કેસમાંથી છુટકારો આપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે યુવા વકીલ દિપકકુમાર કે.ગચ્છર રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application