BREAKING NEWS

જામનગર : ખીલોસ ગામે કાવતરૂ રચી માર મારવાના ગુન્હામાં કોર્ટ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ સમન્સનો હુકમ

  • May 05, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : ખીલોસ ગામે કાવતરૂ રચી માર મારવાના ગુન્હામાં કોર્ટ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ સમન્સનો હુકમ


ફરીયાદી દેવજીભાઈ હમીરભાઈ ચૌહાણ જાતે દલીત, રહે. ખીલોસ, તા.જી.જામનગર વાળા વર્ષોથી ખીલોસ ગામના સરકારી ખરાબા સર્વે નં.-૧૫૨/પૈકી-૧ વાળી જમીન ઉપર વાવેતર કરી ખેતી કરતાં હતા. જે જમીન મામલતદારએ દબાણ કેસ કરી દંડની રકમ વસુલ કરેલ અને ફરીયાદીએ આ જમીન રેગ્યુલાઈઝ કરવાની કાર્યવાહી ચાલુ છે.


ફરીયાદીના ખેતરમાં ઊભા મોલમાં બાબુભાઈ ગોબરભાઈ રાતળીયા, કારાભાઈ જેઠાભાઈ વહેરા, બાબુભાઈ જેઠાભાઈ વહેરા, સીધો ઉર્ફે સીંધાભાઈ ભુટાભાઈ રાતળિયા, મનસુખભાઈ ભુટાભાઈ રાતળીયા, ડાડાભાઈ નુરાભાઈ, રેવો જેઠાભાઈ વહેરા, કરણો ઉર્ફે કર્ણ ભુટાભાઈ રાતળિયા, ધીરૂભાઈ નાજો તારીયા, ડાયા નાજો તારીયા, મસરૂ મૈયા રાતળીયા, હિંમત મૈયા રાતળીયા, અન્ના ભુટા રાતળીયા, લઘુ જેઠા વહેરા, વાલા જેઠા વહેરા, રહે. બધા : ખિલોસ, તા.જી.જામનગર વાળાએ પોતાના ૮૦૦ થી ૧૦૦૦ ઘેટા બકરા ફરીયાદીના ઉભા મોલમાં ચરાવી દીધેલ ફરીયાદીને જાણ થતાં આરોપીઓ એકસંપ કરી મંડળી રચી, કાવતરૂ રચી, ફરીયાદીને મારકુટ કરેલ. અને જાતી પ્રત્યે અપમાનીત કરેલ તે બાબતની લગત અધિકારીઓ સમક્ષ લેખિતમાં ફરીયાદ અરજી કરતાં કોઈ તપાસ કરવામાં આવેલ નહીં.


છેલ્લે ફરીયાદીએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ફોજદારી ઈન્કવાયરી અરજી દાખલ કરેલ અને કોર્ટ પંચકોશી એ ડીવીઝનનો રીપોર્ટ મંગાવેલ અને ફરીયાદી તથા સાહેદના નિવેદન કોર્ટમાં ફરીયાદી વકીલ મારફત લેખિત દલીલ રજુ કરતા કોર્ટે બનાવની હકીકત ધ્યાને લઈ ચોથા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજએ તમામ આરોપીઓ સામે આઈ.પી.સી.કલમ-૩પર સાથે વાંચતા કલમ-૩૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ) મુજબ તમામ આરોપીઓ સામે પ્રોસેસનો હુકમ કરી કોર્ટમાં તમામ આરોપીઓને હાજર થવાનો હુકમ કરેલ છે.ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી રમેશભાઈ એન.પારધી રોકાયા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application