BREAKING NEWS

જામનગર: વિમા કંપનીએ ગ્રાહકને નામંજુર કરેલ રકમ વ્યાજ સહિત ચૂકવવા કોર્ટનો હુકમ

  • June 06, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વિમા કંપનીએ ગ્રાહકને નામંજુર કરેલ રકમ વ્યાજ સહિત ચૂકવવા કોર્ટનો હુકમ

વિવિધ બે મેડીકલેઇમ કેસમાં ગ્રાહકોનો વિજય

જામનગર ખાતે રહેતા શીલાબેન પ્રવીણભાઈ વસોયા દ્વારા નિવા-બુપા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી ૨૦૧૯ ની સાલથી પોર્ટબીલીટી કરાવી મેડી કલેઈમ પોલીસી મેળવવામાં આવેલ અને તે પોલીસી રૂ. ૧૦,૦૦,૦૦૦ કવર કરતી પોલીસી હતી.  શીલાબેનને ડાબી તરફ રીનલ સ્ટોનનો દુખાવો શરૂ થતા ડોક્ટર સાઠેયની હોસ્પિટલમાં દાખલ થઇ, જે સારવારમાં કુલ ખર્ચ રૂ. ૧,૦૧,૪૩૬ નો થયેલ જે અંગે સામાવાળા વીમા કંપની સમક્ષ કલેઈમ નોધણી સારવારમાં થયેલ ખર્ચ અંગે રકમ માંગવામાં આવેલ. જે બાદ વીમા કંપની દ્વારા ખોટા કારણોસર કલેઈમ નામંજુર કરવામાં આવતા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ નોધવવામાં આવેલ.

ત્યારબાદ ફરી પાછા  મુલજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, નડિયાદ ખાતે કીડનીની સારવાર માટે દાખલ કરવામાં આવેલ જે સારવારમાં કુલ રૂ. ૩,૪૬,૮૫૮ નો ખર્ચ થયેલ. જેના પણ સારવારના પેપર્સ, બીલ, વિગેરે સાથે વીમા કંપની સમક્ષ કલેઈમ નોંધાવવામાં આવેલ. જે કલેઈમ પણ વીમા કંપની દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ બીજી ફરિયાદ દાખલ કરવામાં આવેલ. 

બન્ને ફરિયાદમાં વીમા કંપની તરફે બચાવ માટે વકીલ હાજર થયેલ. ત્યારબાદ બન્ને ફરિયાદમાં આખરી સુનાવણીમાં ફરિયાદી તરફે કાયદાકીય પ્રોસીઝર કરવામાં આવેલ અને વીમા કંપની દ્વારા બન્ને કલેઈમ ખોટી રીતે રદ કરવામાં આવેલ છે. તે સાબીત કરી દેવામાં આવેલ.  જે ગ્રાહક કમીશનના પ્રેસીડેન્ટ પી. સી. રાવલ તથા સભ્ય એસ. એસ. દવે દ્વારા ફરિયાદીની બન્ને ફરિયાદ મંજુર કરી કુલ રૂ. ૪,૪૮,૨૯૪ મંજુર કરવામાં આવેલ. ઉપરાંત વીમા કંપની જો રકમ એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વાર્ષિક ૯ ટકા વ્યાજ તથા રૂ. ૧૦,૦૦૦ ખર્ચના ચુકવવાનો હુકમ કરેલ છે. ફરીયાદી તરફે બન્ને ફરિયાદમાં વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application