BREAKING NEWS

જામનગર: રિલાયન્સમાં ચોથા નોરતે ટાઇગર શ્રોફ અને મોની રોયએ મચાવી ધૂમ

  • October 15, 2026 01:15 PM 

જામનગર: રિલાયન્સમાં ચોથા નોરતે ટાઇગર શ્રોફ અને મોની રોયએ મચાવી ધૂમ

​​​​​​​જામનગરમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં બોલીવૂડના જાણીતા સેલેબ્સે ખાસ આકર્ષણ જમાવ્યું છે. નવરાત્રીના ચોથા દિવસે બોલીવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને અભિનેત્રી મોની રોય જામનગર આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ સીધા રિલાયન્સ ટાઉનશિપ જવા રવાના થયા હતા. રિલાયન્સ ગ્રીન્સ ખાતે ભવ્ય રીતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા માટે ટાઇગર શ્રોફ અને મોની રોય ખાસ ઉપસ્થિત રહ્યા છે. ટાઇગર શ્રોફ અને મોની રોય દ્વારા ગઇકાલની રાત્રિએ ટાઉનશીપમાં જોરદાર પરર્ફોમન્સ કરવામાં આવ્યું હતું, બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, બન્ને સિતારાઓનું પરર્ફોમન્સ જોઇને લોકો ઝૂમી ઉઠ્યા હતા, રિલાયન્સ દ્વારા યોજાયેલી આ નવરાત્રીમાં બોલીવૂડનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટાઇગર શ્રોફ, મોની રોય પહેલાં આ જ ગરબા મહોત્સવમાં જાણીતા કલાકારો વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, તાપસી પન્નુ અને મલાઇકા અરોરા પણ હાજરી આપીને ખેલૈયાઓનો ઉત્સાહ વધારી ચૂક્યા છે. બોલીવૂડ સિતારાઓના સતત આગમનથી જામનગરની નવરાત્રીમાં ભારે ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application