BREAKING NEWS

જામનગર: મર્ડર-લુંટના ગુનામાં પેરોલ જમ્પ કરનાર કેદી પકડાયો

  • September 28, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મર્ડર-લુંટના ગુનામાં પેરોલ જમ્પ કરનાર કેદી પકડાયો

મર્ડર-લુંટના ગુનામાં જામનગર જેલમાં સજા ભોગવતા અને પેરોલ રજા મેળવી છેલ્લા પાંચ વર્ષથી ફરાર કેદીને પકડીને જેલમાં ધકેલ્યો છે. 

જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પીઆઇ પ્રતિભા દ્વારા વધુમાં વધુ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફ જરૂરી વર્કઆઉટમાં રહતા.

દરમ્યાન સ્ટાફના દિલીપસિંહ, સલીમભાઇ, ગોવિંદભાઇ, હાર્દિકભાઇ, કરણસિંહને મળેલ સંયુકત બામી આધારે પંચકોશી-બી ડીવીઝનના કલમ ૩૦૨ તથા એટ્રોસીટી એકટના ગુનામાં પેરોલ જમ્પ કરેલ કેદી અલ્તાફ ઉર્ફે ભુરો ઉર્ફે અલી ઉમર ખફી રહે. હાલ મોટી ટોકીસ ચાર રસ્તા સુરત, મુળ રહે. મસીતીયા રોડ દરેડવાળો જામનગર ખાતે બાઇક લઇને પસાર થવાનો છે.

જે માહીતી જામનગર જિલ્લા કમાન્ડ ક્નટ્રોલ રૂમ નૈત્રમ ટીમને જાણ કરવામાં આવેલ અને ઇસમના વર્ણન આધારે તેના પર વોચ રાખવાનુ જણાવવામાં આવેલ દરમ્યાન ફરારી કેદી સમર્પણ બાયપાસ હાઇવેથી જામનગર શહેર તરફ આવતો હોવાની જાણ કમાન્ડ ક્નટ્રોલ ટીમને કરવામાં આવતા ટીમ રવાના થઇ જુના એસટી બસ સ્ટેન્ડ રોડ પાસેથી ફરાર કેદીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જામનગર જીલ્લા જેલ ખાતે સોપી આપેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application