BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડારા ખાતે તા.૧૧ સપ્ટેમ્બરના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

  • September 09, 2026 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડારા ખાતે તા.૧૧ સપ્ટેમ્બરના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગાંધીનગર પ્રેરિત અને કમિશનરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે વર્ષોથી પરંપરાગત રીતે લોકમેળા તથા મલ્લકુસ્તીનું આયોજન થાય છે. આ મેળામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૧૧/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ  ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય સર્વે મુળુભાઇ બેરા, પબુભા માણેક, હેમંત ખવા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News