જામનગર પીજીવીસીએલ સર્કલના ૫૫ હજારથી વધુ ગ્રાહકોના કપાશે કનેકશન
૨૩૯૨.૬૧ લાખની લેણી રકમ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સાથે જામનગરમાં પણ કરાશે કડક કાર્યવાહી
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ૪૩૨૮૫૬ ગ્રાહકો પાસેથી રૂ. ૨૦૭ કરોડથી વધુની વિજબીલની વસુલાત કરવા પીજીવીસીએલ દ્વારા એક સાથે લાખો બાકીદારોને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે જેના ભાગરૂપે જામનગર પીજીવીસીએલ સર્કલના ૫૫ હજારથી વધુ ગ્રાહકોની બાકી રહેતી રકમ રૂ. ૨૩૯૨.૬૧ લાખની વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં ૫૫૦૨૧ ગ્રાહકો પાસેથી રૂ. ૨૩૯૨.૬૧ લાખની રકમ વસુલવાની થતી હોય આ બાબતે જામનગર પીજીવીસીએલ સર્કલની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં જામનગર અને દેવભુમી દ્વારકા અલગ જીલ્લો બન્યો હોવા છતા પીજીવીસીએલ સર્કલ અને જામનગર એસટી ડીવીઝનનો સંયુકત વહિવટ જ ચાલે છે પીજીવીસીએલ દ્વારા જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર જીલ્લાના બાકીદારો બીલ ન ભરતા હોવાનું ઘટસ્ફોટ થયો છે. માર્ચમાં ડ્રાઇવ પછી ૬ મહિનામાં ડીફોલ્ટર ગ્રાહકોના આંકડા વધતા ૨૦૭ કરોડની રકમ વસુલવામાં આવશે.
સૌરાષ્ટ્ર કચ્છના શહેરોમાં અમરેલી, અંજાર, ભાવનગર, બોટાદ, જામનગર, જુનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર સહિતના ગ્રાહકોના કનેકશન કાપવામાં આવનાર છે. જેમાં સૌથી વધુ કચ્છ જીલ્લાનો સમાવેશ થાય છે. જામનગર પીજીવીસીએલ દ્વારા ગત સપ્તાહે પાંચ દિવસમાં સધન વિજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં રૂ. ૫.૮૪ કરોડની પાવરચોરીનો પર્દાફાશ થયો હતો. આ પાંચ દિવસમાં કુલ ૩૮૨૫ વિજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી જે પૈકી ૫૩૨ વિજ જોડાણોમાં વિજચોરી ઝડપાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application