BREAKING NEWS

જામનગરની ટપાલ કચેરીના ખાતાઓ મારફત લાખોનું સાયબર ક્રાઇમ કૌભાંડ

  • September 10, 2026 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ટપાલ કચેરીના ખાતાઓ મારફત લાખોનું સાયબર ક્રાઇમ કૌભાંડ

જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપીંડીથી મેળવવામાં આવતા નાણાની હેરાફેરી માટે ટપાલ કચેરીના ખાતાઓનો ઉપયોગ કરવાના પ્રકરણનો પર્દાફાશ કરીને આખરે નવ સામે ગુનો નોંઘ્યો છે પોલીસ તપાસમાં ૬૪.૪૯ લાખના અન અધિકૃત વ્યવહારો થયાનું તેમજ અલગ અલગ રાજયોમાં નોંધાયેલી ફરીયાદ અરજીઓ બાબતો સામે આવી છે આંતરરાજય કારસ્તાનથી ચકચાર મચી જવા પામી છે. આ પ્રકરણમાં અન્ય શખ્સોની સંડોવણી બાબતે પણ સાયબર ક્રાઇમના પીઆઇ ડાભી, પીએસઆઇ ઝાલા અને પીએસઆઇ ટાંક સહિતની ટીમ સધન તપાસ ચલાવી રહી છે.


આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવત‚ રચી પોતાનો સમાન ઇરાદો ઇન્ટરનેટના માઘ્યમથી ઠગાઇ પાર પાડવા ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુના આચરી ગેરકાયદે આર્થીક લાભ મેળવવા માટે ફરીયાદીના જણાવેલ ઇસમોએ બેન્ક એકાઉન્ટ ખોલાવી સહઆરોપી આતીક માડકીયાવાળાને એકાઉન્ટ કીટ સહિત આપી જે દરેક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી એકબીજા મદદગારી કરી લોકો સાથે છેતરપીંડી આચરી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી આશરે ૬૪.૪૯ લાખ જેટલી રકમના અનઓથોરાઇઝ ટ્રાન્જેકશન કરી નાણા સગેવગે કરી ગુનો કર્યો હતો.

આ અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કા‚ભાઇ વશરા દ્વારા સરકાર તરફે ફરીયાદ આપી છે જેમાં આરોપીઓ તરીકે યાસ્મીનબેન ઇસાક પીઠડીયા, ફરહાન મુસ્તાક પીઠડીયા, જમીર વલીમામદ થાસરીયા, અમીન મહમદ બ્લોચ, અબરાર સુલેમાન ઓડીયા, સાહીલ સાજીદ માડકીયા, અલ્તાફ સુલેમાન ઓડીયા, સાજીદ સતાર માડકીયા અને આતીક ઉર્ફે આતીફ યાકુબ માડકીયા આ નવની સામે ફરીયાદ કરવામાં આવી છે. 

વધુમાં મળેલી વિગત મુજબ અમુક સાયબર ગઠીયાઓ દ્વારા બેન્ક એકાઉન્ટ ખોલાવી જે બેન્ક એકાઉન્ટ ધારકોને તે બાબતનું કમિશન આપી ઓનલાઇન છેતરપીંડીથી મેળવેલ નાણા જમા કરાવી ગેરકાયદે આર્થીક વ્યવહારો થયેલ હોય જે સાયબર ક્રાઇમને વેગ આપતા હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સુચના કરવામાં આવતા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ અંગે વિગતો મેળવીને પોર્ટલ ઉપર ઓનલાઇન ચેક કરતા ચોકકસ બાતમી હકીકત આધારે જણાઇ આવેલ કે પોસ્ટ ઓફીસ જામનગર ડીવીઝનના નીચેના બેન્ક એકાઉન્ટના કેવાયસી તથા સ્ટેટમેન્ટ મેળવી તેનુ એનાલીસીસી કરતા અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન મળી આવેલ હોય.
​​​​​​​

તેમજ એનસીસી આરપી પોર્ટલ પરની ફરીયાદ અરજીઓ મળી આવેલ જેમા સાયબર ક્રાઇમ આચરી લોકો સાથે ઓનલાઇન ઠગાઇ કરતા અમુક વ્યકિતઓ દ્વારા થતુ હોવાનું ઘ્યાને આવતા પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી છેતરપીંડીની પ્રવૃતી કરતા હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. અલગ અલગ રાજયમાંથી મળી આવેલ વિગતો મુજબ અને તપાસ દરમ્યાન આખરે ફરીયાદ કરવામાં આવી છે જેના આધારે સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application