BREAKING NEWS

25 મંત્રીઓ સાથે દાદાનુ જમ્બો મંત્રીમંડળ, રમેશ‌ કટારા શપથ લેતાં નર્વશ થયા, સૌરાષ્ટ્રને રાજી રાજી કર્યું

  • October 17, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે દાદા મંત્રીમંડળમાં 25 જેટલા મંત્રીઓનો સમાવેશ કરીને જમ્બોજેટ મંત્રીમંડળ બનાવાયું છે. આમાંથી મંડળની વિશેષતા જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી નો સમાવેશ કરવામાં આવ્યો છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નવા મંત્રી મંડળમાં 13 મંત્રીઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતાં. જેમાં કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, પ્રવીણ માળી. સ્વરૂપજી ઠાકોર, જયરામ ગામીત, રિવા બા જાડેજા, પી.સી. બરંડા, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં મનિષા વકીલ, પ્રફૂલ્લ પાનસેરિય અને ઈશ્વરસિંહ પટેલનો સમાવેશ થાય છે.


મંત્રીમંડળમાં મહિલા સશક્તિકરણ ત્રણ મહિલાને સ્થાન

રાજ્યમાં આ વખતે પણ મહિલાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં પણ મહિલા સશક્તિકરણ જોવા મળ્યું છે. દર્શના વાઘેલા, મનીષા વકીલ અને રિબાબા જાડેજાને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આ એક પણ મંત્રી કેબિનેટ કક્ષાના નથી રાજ્ય કક્ષાના હવાલા સોંપવામાં આવ્યો છે.


આજે સાંજે પાંચ વાગ્યે મંત્રી મંડળની બેઠક

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નવા વરાયેલા મંત્રીઓ સાથેની પ્રથમ કેબિનેટની બેઠક આજે સાંજે 5:00 વાગ્યે મળશે આ બેઠકમાં મંત્રીઓને પોર્ટફોલિયાની ફાળવણી કરવામાં આવશે.


રમેશ‌ કટારા શપથ લેતાં નર્વશ થયા

શપથ સમારોહ દરમિયાન પહેલી વખત મંત્રી બનનારા ફતેપૂરાના ધારાસભ્ય રમેશ કટારાને મુંઝવણ થઇ હતી. રમેશ કટારા નર્વસ થઇ ગયા હોવાનું જોવા મળ્યું હતું. રાજ્યપાલ જ્યારે શપથ લેવડાવવા માટે હું..બોલ્યા કે તુરત જ કાંતિ અમૃતિયાએ પોતાનું નામ બોલ્યા હતા અને ત્યાર પછી રમેશ કટારાને પોતાનું નામ બોલવાનું હતું પણ રમેશ કટારા મુંઝવણમાં હશે કે કેમ પણ તે પોતાનું નામ બોલ્યા ન હતા અને ઉભા રહ્યા હતા. જેથી રાજ્યપાલે ફરીથી શપથ લેવડાવવા હું...... કહીને અટકી ગયા હતા અને કહ્યું હતું કે પોતાનું નામ બોલો ને...ત્યારબાદ બીજી વખત કાંતિ અમૃતિયા પોતાનું નામ બોલ્યા હતા અને તે વખતે રાજ્યપાલે ફરીથી કહ્યું હતું કે અપના અપના નામ બોલો જો કે તે વખતે રમેશ કટારાનું માઇક ઉંચું હોવાથી એક કર્મચારી દોડી આવ્યો હતો અને તેણે રમેશ કટારાને માઇક એડજસ્ટ કરી આપ્યું હતું અને ત્યારબાદ રમેશ કટારા પોતાનું નામ બોલ્યા હતા અને પછી દર્શના વાઘેલા પોતાનું નામ બોલ્યા હતા અને આ રીતે ત્રણેય રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. આ બનાવમાં રમેશ કટારાની નર્વસનેસ અને મુંઝવણ જોવા મળી હતી કારણ કે તેમને ખ્યાલ ન હતો કે રાજ્યપાલ શપથ લેવડાવતી વખતે હું ..એટલું બોલીને અટકી જાય ત્યાર પછી શપથ લેનારા મંત્રીએ પોતાનું નામ બોલવાનું હોય છે.


દરેક મંત્રીઓ એ હાથમાં ગીતાજી લઈને શપથ ગ્રહણ કર્યા.

પદનામિત મંત્રીઓ એકસરખા કેસરી રંગના બાંધણીના ખેસ ધારણ કર્યા હતા.

કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન નહીં.

મુખ્યમંત્રી સહિત સાત પાટીદાર 8 ઓબીસી ત્રણ એસપી 4 એસટી નો સમાવેશ ત્રણ મહિલા મંત્રીઓને સ્થાન અપાયું .

જામનગરના રિવાબા જાડેજા સૌથી નાની ઉંમરના અને પૈસાદાર મહિલા મંત્રી બનયા.શપથવિધિ સમારોહમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ હરોળમાં દેખાયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application