જામનગર શહેરમાં વધુ બે જર્જરિત મકાનના જોખમી ભાગ તોડી પડાયા
જામનગર શહેરમાં વધુ બે જર્જરિત મકાનના જોખમી ભાગ તોડી પડાયા
October 17, 2026 01:48 PM
જામનગર શહેરમાં વધુ બે જર્જરિત મકાનના જોખમી ભાગ તોડી પડાયા
શહેરના વોર્ડ નં. ૧૨ અને ૧૪માં બે સ્થળો પર કાર્યવાહી
મનપાની એસ્ટેટ અને ટીપીઓ શાખાની સંયુક્ત કામગીરી
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટીપીઓ શાખા દ્વારા શહેરમાં જર્જરિત મકાનોના જોખમી હિસ્સા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના વોર્ડ નં. ૧૨ અને વોર્ડ નં. ૧૪માં આવેલા બે સ્થળે મકાનોના જોખમી ભાગો સંયુક્ત કામગીરી દ્વારા સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની એસ્ટેટ અને ટીપીઓ શાખા દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી અંતર્ગત વોર્ડ નં. ૧૨માં બર્ધન ચોક વિસ્તારમાં મુલ્લા મેરી ગેલેરી, શેરી નં. ૨ ખાતે આવેલા મકાનના જોખમી હિસ્સાને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં. ૧૪માં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કેળાની વખાર સામે આવેલી કૃષ્ણા કોલોનીમાં મકાન નં. ૫૮ ખાતે આવેલી જી પ્લસ ટુ (જી+૨) ઇમારતનો જર્જરિત અને જોખમી ભાગ દૂર કરવામાં આવ્યો હતો. આ મકાનના માલિક કમલેશભાઈ કનખરાના મકાનમાં એસ્ટેટ શાખા અને ટીપીઓ શાખા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી જોખમી હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. શહેરમાં જર્જરિત મકાનોના જોખમી ભાગોને કારણે રાહદારીઓ તેમજ આસપાસના લોકોની સલામતી સામે જોખમ ઊભું ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા આવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.