BREAKING NEWS

રીલ્સની ઘેલછામાં જીવ જોખમમાં મુક્યા....ગીરનાર પર જોખમી ચઢાણ કર્યું, વન વિભાગે રાજકોટના ચાર સહિત પાંચને દબોચ્યા

  • November 09, 2025 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર સીડીના ૧૫૦૦ પગથિયેથી ઉપરની સાઈડ ઢોળાવવાળા રસ્તે ટ્રેકિંગ સ્ટાઇલમાં ચડી રહેલા પાંચ યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વન વિભાગે રાજકોટના ચાર અને મહુવાના એક સહિત પાંચ યુવકોને કુલ રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.


વીડિયોના આધારે વન વિભાગ એક્શનમાં આવ્યું હતું 

હાલ સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધિ મેળવવા યુવકો જીવ જોખમમાં મૂકતા હોય છે. ગિરનાર પર્વત પર ૧૫૦૦ પગથિયાથી ઉપરની સાઈડ ઢોળાવ વાળા રસ્તે પાંચ યુવકો ટ્રેકિંગ સ્ટાઇલ પર્વત ચઢ્યા હતા. જોકે યુવકોએ જોખમી રીતે ચડતા હોવાનો રિલ્સ ટાઈપ વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. યુવકોએ કોઈપણ જાતના ડર વગર જીવના જોખમે ચઢાણ કર્યું હતું. વાયરલ થયેલા વીડિયોના આધારે વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને આઈડીના આધારે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.


યુવકોએ જીવના જોખમે ફરીથી પર્વત નહીં ચડે તેવી માફી પણ માગી

વન વિભાગ દ્વારા પર્વત પર ચઢાણવાળા રસ્તે જોખમરૂપ ચડવા બદલ રાજકોટના શિવમ દેવજીભાઈ શિયાળ, ધરમ ચંદુભાઈ ચૌહાણ, હરેશ વલ્લભભાઈ રામાણી, બીજલ નરસિંહભાઈ થાપા અને મહુવાના વિશાલ મુકેશભાઈ બાંભણિયા પાંચેય યુવકોને ઝડપી લીધા હતા. તેમજ અન્નધિકૃત રીતે પ્રવેશ બદલ રૂ.૨ હજાર લેખે કુલ ૧૦ હજારના દંડની વસુલાત કરી હતી. જોકે ઝડપાયેલા યુવકોએ જીવના જોખમે ફરીથી પર્વત નહીં ચડે તેવી માફી પણ માગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ શોર્ટકટના રસ્તે પગથિયાના બદલે પથ્થરો પરથી ચડવા ગયેલ સુરતના યુવકનો પગ લપસતા નીચે પટકાતા મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application