જામનગર: જી.જી. હોસ્પિટલ પાસે બેભાન હાલતમાં મળેલા અજાણ્યા વૃદ્ધનું મોત
જામનગર: જી.જી. હોસ્પિટલ પાસે બેભાન હાલતમાં મળેલા અજાણ્યા વૃદ્ધનું મોત
October 12, 2026 01:03 PM
જામનગર: જી.જી. હોસ્પિટલ પાસે બેભાન હાલતમાં મળેલા અજાણ્યા વૃદ્ધનું મોત
જામનગરની જી.જી. હોસ્પિટલના ડ્રાઇવર રૂમ પાસે બેભાન હાલતમાં મળી આવેલા અંદાજે ૬૦ વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકની ઓળખ ન થતાં સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તા. ૧૧ ઓક્ટોબરના રોજ જી.જી. હોસ્પિટલના ડ્રાઇવર રૂમ પાસે એક અજાણ્યો પુરૂષ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે તેનો ફોટો પ્રસિદ્ધ કરી ઓળખ અંગે માહિતી ધરાવતા લોકોને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.