BREAKING NEWS

ગિરનાર પર્વત ઉપર 'કાશ્મીરી ઠંડી' :6.8 ડિગ્રી રાજ્યભરમાં ઠંડી સાથે ઠાર: શિયાળાની જમાવટ

  • November 18, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર પર્વત પર છેલ્લા ત્રણ દિવસથી ઠંડીના પ્રમાણમાં સતત વધારો થતો જાય છે આજે લઘુતમ તાપમાન ગિરનાર પર્વત પર માત્ર 6.8 ડીગ્રી નોંધાયું હતું અને લોકોને 'કાશ્મીરી ઠંડી'નો અહેસાસ કરાવ્યો હતો. આજે જમ્મુ કશ્મીર લદાખ હિમાલયન રિજિયન અને ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ છ ડીગ્રી કે તેથી ઓછું તાપમાન છે અને ગિરનાર પર્વત ઉપર તેને લગોલગ ઠંડી છે.

જુનાગઢ શહેરમાં આજનું લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી અને ભવનાથ તળેટીમાં 9.8 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68% હોવાના કારણે ઠંડીની સાથોસાથ ઠાર પણ અનુભવાય છે.

સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ આજે લઘુતમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે અને ઠંડી વધી છે. આજે રાજકોટમાં 12.1 અમરેલીમાં 11.6 ભાવનગરમાં 15.6 ભુજમાં 14.3 દ્વારકામાં 19.1 ગાંધીનગરમાં 12 કંડલામાં 15.5 નલિયામાં 10.5 પોરબંદરમાં 13.1 વેરાવળમાં 18.9 સુરતમાં 18.6 અમદાવાદમાં 13.6 વડોદરામાં 12.6 ડીસામાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો થયો છે અને ભુજ દમણ ડીસા રાજકોટ વેરાવળ જેવા અમુક શહેરોને બાદ કરતાં બધે 30 ડિગ્રી કે તેનાથી નીચે મહત્તમ તાપમાન રહ્યું છે.

ગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજ્યોમાં શિયાળો જમાવટ કરતો જાય છે. હવામાન ખાતાની મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં આગામી તારીખ 19 સુધી સિવિયર કોલ્ડ વેવ ની ચેતવણી આપી છે. સમગ્ર દેશમાં સૌથી નીચું તાપમાન મધ્યપ્રદેશના રાજગઢમા માત્ર પાંચ ડિગ્રી નોંધાયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડ અને હિમાલયન રીજીયનમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી થી ઓછું રહેશે. પંજાબ હરિયાણા રાજસ્થાન ચંડીગઢ દિલ્હી મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 7 થી 10 ડિગ્રીની રેન્જમાં રહેશે અને દેશના મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનનો પારો નોર્મલથી બે થી ચાર ડિગ્રી નીચો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application