BREAKING NEWS

જામનગર: અપહરણ કરી જનાર રીક્ષા ડ્રાઇવર સામે પિતા દ્વારા પુત્રીનો કબજો મેળવવા અદાલત સમક્ષ માંગણી

  • July 21, 2026 06:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: અપહરણ કરી જનાર રીક્ષા ડ્રાઇવર સામે પિતા દ્વારા પુત્રીનો કબજો મેળવવા અદાલત સમક્ષ માંગણી

જામનગર તાલુકાના સિકકા મુકામે રહેતા મહમદ ઇબ્રાહીમ કુનડાની પુત્રી રુબીનાબાનુ (ઉ.વ. ૨૦) ને સિકકા ગામમા રહેતા રીક્ષા ડ્રાઇવર નદીમ મુસ્તુફા પીરજાદા કે તે પરણીત છે અને નવ માસનું એક સંતાન છે તે રીક્ષા ડ્રાઇવર રુબીનાબાનુને મોડી રાત્રીના લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી ગયેલ તે અંગેની જાણ પિતા દ્વારા જામનગર પોલીસ અધિક્ષકને ફરીયાદ અરજી કરેલ હતી. પિતાએ જામનગરની અદાલતમાં બીએનએસ કલમ મુજબ પુત્રીનો કબજો પરત અપાવવા નદીમ મુસ્તુફા પીરજાદા સામે ફરીયાદ દાખલ કરતા જામનગર જયુડી. મેજી. એન.જી. પરમાર દ્વારા સામાવાળા નદીમ મુસ્તુફા પીરજાદાને અદાલત સમક્ષ હાજર થવાનો હુકમ કરેલ છે. અરજદાર તરફે વકીલ અશરફ જુણેજા તથા નિલય ઠાકર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application