BREAKING NEWS

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી દૂર કરવાની માંગ સાથે જામનગરમાં કોંગ્રેસનું આંદોલન

  • October 06, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી દૂર કરવાની માંગ સાથે જામનગરમાં કોંગ્રેસનું આંદોલન

​​​​​​​આજકાલ કાર્યાલય
જામનગર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી દૂર કરવાની માંગ સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
​​​​​​​

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મત બચાવો, દેશ બચાવો સહિતના સૂત્રોચ્ચાર કરી ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના અધિકારોને લગતા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની માંગ સાથે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતાધિકારના રક્ષણ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ લોકશાહી અને મતાધિકારના રક્ષણ માટે અવાજ ઉઠાવી સરકાર તથા ચૂંટણી તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા પ્રમુખ મનોજભાઇ કથીરીયા, નગરસેવિકા સહારાબેન મકવાણા, આનંદભાઇ ગોહીલ, જયેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઇ વારા, પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના હોદેદારો, કાર્યકર્તાઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application