BREAKING NEWS

જામનગરમાં આઠ દાયકા જુની ગીતા લોજનું ડીમોલીશન શરૂ

  • June 09, 2026 01:29 PM 

જામનગરમાં આઠ દાયકા જુની ગીતા લોજનું ડીમોલીશન શરૂ

આશરે ત્રણ માળનું બાંધકામ તોડી પાડવાનુ કામ શરૂ: લગભગ બે દિવસમાં આ બાંધકામનું ડીમોલીશન પુર્ણ થશે

જામનગર શહેરમાં એક જમાનામાં જુનુ રેલ્વે સ્ટેશન ધમધમતુ હતું. શહેરમાંથી ટ્રેન પસાર થતી હતી, જુના રેલ્વે સ્ટેશને રોકાતી હતી ત્યારે આજુબાજુના વિસ્તારનું ખુબ જ મહત્વ હતું. એ જમાનામાં એટલે કે વર્ષો જુની બનેલી ગીતા લોજની બીલ્ડીંગ અતિ જર્જરિત થતા ટીપીઓ અને એસ્ટેટ શાખાએ નોટીસ પાઠવી હતી અને થોડા સમય પહેલા બીલ્ડીંગનો થોડો ભાગ તોડી પડાયા બાદ આજ સવારથી જ ગ્રાઉન્ડ ફલોર પ્લસ ત્રણ માળની આ બિલ્ડીંગનું ડીમોલીશન કરવાની કામગીરી શ‚ કરવામાં આવી હતી. અને લગભગ બે દિવસમાં આ તમામ બાંધકામ દુર કરી દેવામાં આવશે. 

એસ્ટેટ વિભાગના અધિકારી અનવર ગજ્જણે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ કેટલોક જર્જરિત ભાગ પડી જતા થોડુ બાંધકામ તોડાયુ હતું અને ત્યારબાદ નોટીસ પાઠવવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ લગભગ ૮૦ વર્ષ પહેલાની આ બીલ્ડીંગ છે અને લગભગ ૭૦૦૦ ફૂટનું બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ થઇ છે. સવારથી જ બુલડોઝર અને જેસીબી લઇને કોર્પોરેશનનો સ્ટાફ ગીતા લોજે પહોંચી ગયો હતો અને ડીમોલીશનની કામગીરી શરૂ​​​​​​​ કરી દેવામાં આવી હતી. 

વર્ષો જુની આ ઇમારતનું પણ મહત્વ હતું. બહારગામથી આવતા મુસાફરો ગીતા લોજમાં રોકાતા હતા, તે સમયે નોમીનલ ભાડુ હોવાના કારણે લોજ પણ ધમધમતી હતી, જુના રેલ્વેસ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં કેબીનો અને રેકડીઓમાં પણ વેપારધંધા સારા થતા હતા. જામનગરની એક જુની યાદગાર બીલ્ડીંગ ગીતા લોજ કહેવાતી હતી આજે આખી બિલ્ડીંગ ઉપર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. મ્યુ. કમિશનર દીપેશ કેડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ બિલ્ડીંગ ડીમોલીશન કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફલોર પ્લસ ત્રણ માળના બીલ્ડીંગમાં અનેક રૂમો હતા હવે આજે આ બાંધકામ તોડવાની કામગીરી શ‚ કરાય છે ત્યારે જામનગરની વધુ એક જુની બિલ્ડીંગનો નાશ થશે.  

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application