BREAKING NEWS

જામનગર: ડેન્ટલ કોલેજ ઉચાપત પ્રકરણમાં તા.૩૦મીએ વધુ સુનાવણી થશે

  • July 28, 2026 06:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ડેન્ટલ કોલેજ ઉચાપત પ્રકરણમાં તા.૩૦મીએ વધુ સુનાવણી થશે

ડેન્ટલ કોલેજના ડીન સામે ગુનો નોંધાતા કોર્ટનું આકરૂ વલણ: કોર્ટમાં વીડીયો રજુ કરાયો

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રૂ.૧.૩૬ કરોડના કૌભાંડમાં ગઇકાલે અધિકારીઓએ હાજર રહીને કોર્ટમાં વીડીયો રજુ કર્યો હતો, બીજી તરફ અદાલતે ડીનને આરોપી ન બનાવવા સામે આકરૂ વલણ અપનાવ્યું હતું. 
​​​​​​​
ગઇકાલે રજુ કરાયેલા વીડીયોમાં મુખ્ય આરોપી શોભિત ગર્ગ પોતે કૌભાંડ કર્યાનુ સ્વીકાર કરતો હોય તેવું બોલે છે, આરોપીના બચાવ પક્ષના વકીલ દ્વારા આ પુરાવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વકીલ આદિત્યદાન ગઢવીએ દલીલ કરી હતી કે આ વીડીયો ડીન દ્વારા ઉતારવામાં આવ્યો છે, કયા દબાણ હેઠળ, કઇ સ્થિતિમાં આ વીડીયો ઉતારવામાં આવ્યો છે તે અંગે સ્પષ્ટ નથી તેથી તેને માન્ય પુરાવા તરીકે ગણી ન શકાય, કોર્ટે આગામી તા.૩૦ના રોજ વધુ સુનાવણી માટે તારીખ નકકી કરી છે, તા.૩૦ના રોજ અદાલત કેવો ઓર્ડર આપે છે તેના ઉપર બધાની નજર છે, હાલ તો ડેન્ટલ અને મેડીકલ કોલેજના પટાંગણમાં તરેહ તરેહની વાતો થઇ રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application