BREAKING NEWS

જામનગર શહેર-જિલ્લામાં આઇએલઆર અને અન્ય સ્ટાફ કર્મીઓ પગારથી વંચિત

  • August 05, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જિલ્લામાં આઇએલઆર અને અન્ય સ્ટાફ કર્મીઓ પગારથી વંચિત

સમયસર પગાર ન થતાં દેકારો, લોનના હપ્તા સહીતના ચૂકવણામાં મુશ્કેલીથી રોષ

જાહેરનામાંમાં કચેરીના અધિકારીના હોદાના નામની વિસંગતતાના કારણે સમસ્યાથી આશ્ર્ચર્ય

જામનગર શહેર-જિલ્લામાં આઇએલઆર અને અન્ય સ્ટાફ કર્મચારીઓના પગાર હજુ સુધી ન થતાં દેકારો બોલી ગયો છે. સમયસર પગાર ન થતાં લોનના હપ્તા સહીતના ચૂકવણામાં મુશ્કેલીની ફરિયાદો અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉઠી છે. જાહેરનામાંમાં કચેરીના અધિકારીના હોદાના નામની વિસંગતતા કારણે આ સમસ્યા સર્જાઇ હોય આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. 

જામનગર સુપ્રીટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારી કચેરી હેઠળ શહેર-જિલ્લામાં આઇએલઆર અધિકારીઓ, સીનીયર સર્વેયર, સર્વેયર સહીત અન્ય ૬૫ થી ૭૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય રીતે દર મહીનાની પહેલી તારીખે આ તમામ અધિકારી અને કર્મચારીઓના પગાર થઇ જાય છે. પરંતુ ચાલુ મહીને હજુ સુધી એટલે કે ૫ ઓગષ્ટ સુધી આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓના પગાર થયા નથી. આથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. આટલું જ નહીં સમયસર પગાર ન થતાં લોનના હપ્તા સહીતના ચૂકવણા કેમ કરવા તે સવાલ અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉઠયો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, અગાઉ કચેરીના અધિકારીના હોદોમાં નામ સુપ્રીટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ હતું. પરંતુ જાહેરનામાંમાં એસએલઆર એટલે કે ફકત સુપ્રીટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ દર્શાવાયું છે. આથી કચેરીના અધિકારીના હોદાના નામમાં વિસંગતતાના કારણે તિજોરી કચેરીમાં નામ મીસમેચ થતું હોય આઇએલઆર સહીત અન્ય કર્મચારીઓના પગાર ન થયાનું  અતરંગ સૂત્રોએ જણાવ્યું છેે. ત્યારે જાહેરનામાંમાં કયારે સુધારો થશે અને આઇએલઆર સહીત અન્ય કર્મચારીઓના પગાર કયારે થશે તે જોવાનું રહ્યું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application