રશિયાના નોવોસિબિર્સ્કમાં 22 વર્ષની છોકરીના 13મા માળેથી પડી જવાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. 18 જુલાઈના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરી સીધી ઘાસના લૉનમાં પડી રહેલી જોઈ શકાય છે. નવાઈની વાત એ છે કે આટલી ઊંચાઈએથી પડ્યા પછી પણ યુવતીના શરીરમાં ફ્રેક્ચર કે ગંભીર ઈજાના નિશાન નથી. વીડિયો મુજબ પડી ગયાની થોડીક સેકન્ડ બાદ યુવતી ઊભી થઈને બેસી જાય છે. આ વીડિયો જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં છોકરીને ઘાસના લૉન પર ઊંધા માથે પડતી જોઈ શકાય છે. હૃદયદ્રાવક અકસ્માતમાં યુવતી ચમત્કારિક રીતે બચી ગઈ. તેને ન તો કોઈ ગંભીર ઈજા થઈ હતી કે ન તો કોઈ મોટી ચોટ લાગી હતી. 31 સેકન્ડની ક્લિપમાં યુવતીને બેસવા માટે સંઘર્ષ કરતી જોઈ શકાય છે. જો કે તે કેવી રીતે પડી તે સ્પષ્ટ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તે બારીમાંથી સ્લીપ થઈ ગઈ હતી. અહેવાલ મુજબ 13મા માળેથી પડી ગયા બાદ છોકરી થોડી સેકન્ડો પછી ઊભી થઈ અને પોતે જ એમ્બ્યુલન્સ તરફ ચાલી ગઈ. તેના ફેફસામાં ઈજા થઈ છે, પરંતુ ફ્રેક્ચર થયું નથી. આ અસાધારણ ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. યુવતીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા પર આ ઘટનાના વ્યાપક પ્રત્યાઘાત પડ્યા છે. ઘણા લોકોએ તેને ચમત્કાર ગણાવ્યો અને છોકરીના બચી જવાને અવિશ્વસનીય ગણાવ્યું. એક યુઝરે ટિપ્પણી કરી, "તે ખરેખર એક ચમત્કાર છે." તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું, છોકરીની કરોડરજ્જુની મજબૂતાઈની પ્રશંસા કરવી પડશે. અન્ય યુઝરે રમૂજી સ્વરમાં લખ્યું, રશિયન લોકોને ભગવાને અલગ રીતે બનાવ્યા લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech