BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા ​​​​​​​જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

  • October 22, 2026 10:23 AM 

દેવભૂમિ દ્વારકા ​​​​​​​જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો


અરજદારોના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા અધિકારીઓને નિર્દેશો અપાયાં

જામખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. 

આ બેઠકમાં કલેક્ટરએ વિવિધ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી નિયમોનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. બેઠકમાં જમીન માપણી, જમીન માલિકી, નળ કનેક્શન, નેશનલ હાઈવે જમીન સંપાદન અંગેનું વળતર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોષી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, એ.એસ.પી. પ્રખરકુમાર, પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, નાયબ કલેકટર એ.જે.રાજપૂત સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application