BREAKING NEWS

જામનગર: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસઈ ગ્રામ પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો

  • September 18, 2026 04:48 PM 

જામનગર: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસઈ ગ્રામ પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો​​​​​​​

​​​​​​​
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દીકરી વધામણા કીટનું વિતરણ કરાયું

જામનગર તા.18, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગર તાલુકાના વસઈ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસલક્ષી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત લાભાર્થીઓને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના વરદહસ્તે 'દીકરી વધામણા કીટ' અર્પણ કરી દીકરીના જન્મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો તેમજ તમામ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, 'વ્હાલી દીકરી' યોજનાનો મહત્તમ લાભ મેળવી દીકરીઓને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો દ્વારા પોતાના ગામના વિવિધ પ્રશ્નોની સરાહનીય રજૂઆત કરવામાં આવી હતી. બાલિકા પંચાયતના સરપંચશ્રીએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલા કલ્યાણકારી યોજનાઓ અને બાલિકા પંચાયત જેવા મંચ થકી આજે દીકરીઓમાં નેતૃત્વ, નિર્ણયક્ષમતા અને સામાજિક જવાબદારીના ગુણોનું સુચારુ સિંચન થઈ રહ્યું છે.

આ કાર્યક્રમમાં આગેવાન હરપાલસિંહ ચુડાસમા, ગિરિરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જામનગર તાલુકા પંચાયતની સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ ચૌહાણ, સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ અધિકારી તેમજ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેનના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application