દ્વારકાના પૌરાણિક કકલાશ કુંડમાં હરે કૃષ્ણ - હરે રામ...ના ગુંજારવ સાથે ભાવિકોએ કરી સૂર્યવંદના
દ્વારકાના પૌરાણિક કકલાશ કુંડમાં હરે કૃષ્ણ - હરે રામ...ના ગુંજારવ સાથે ભાવિકોએ કરી સૂર્યવંદના
October 23, 2026 02:50 PM
દ્વારકાના પૌરાણિક કકલાશ કુંડમાં હરે કૃષ્ણ - હરે રામ...ના ગુંજારવ સાથે ભાવિકોએ કરી સૂર્યવંદના
યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર નજીક આવેલા પૌરાણિક કકલાશ કુંડ ખાતે આજે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ભાવિકોના સમૂહે હરે કૃષ્ણ હરે રામ મહામંત્રના સામૂહિક ગાન સાથે સૂર્ય વંદના કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સૂર્યના ઉજાસ વચ્ચે મહામંત્રના દિવ્ય નાદથી કકલાશ કુંડનો સમગ્ર પરિસર આધ્યાત્મિક ઊર્જાથી ગુંજી ઊઠ્યો હતો. ભાવિકોએ સામૂહિક રીતે મહામંત્રનું સ્મરણ કરી સૂર્યદેવને વંદન કર્યું હતું. મહામંત્રના ગુંજારવ અને ભક્તિભાવસભર વાતાવરણ વચ્ચે ઉપસ્થિત લોકોએ આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરી હતી. દ્વારકાની પૌરાણિક ધરોહર સમાન કકલાશ કુંડ ખાતે યોજાયેલી આ ભક્તિમય પ્રવૃત્તિએ ધાર્મિક આસ્થા અને સામૂહિક ભક્તિનો સુંદર સમન્વય પ્રસ્તુત કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં આવા આધ્યાત્મિક આયોજનો ધાર્મિક વાતાવરણને વધુ ભાવસભર બનાવે છે.